- ભારતીય ટીમની આગેવાની કરતો જોવા મળશે રોહિત શર્મા
- રોહિતે કેએલ રાહુલના વખાણ કર્યા
- “પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમારે સારૂં પ્રદર્શન કર્યું”
રોહિત શર્મા દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની આગેવાની કરતો જોવા મળશે. ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ 2024માં રમવાનો સંકેત આપ્યો હતો. આ પહેલા તમામ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.
વર્લ્ડકપની હારને કરી યાદ
અમે જે રીતે રમ્યા, એ રીતે અમે વધુ આગળ જવાની અપેક્ષા રાખી. કમનસીબે, અમે તે કરી શક્યા નથી. તે મુશ્કેલ પાર્ટ હતો. તમે જોયું કે અમે કેવી રીતે 10 મેચો રમી શક્યા. અમે ફાઈનલમાં અમુક વસ્તુઓ સારી રીતે કરી ન હતી અને તેથી જ અમે હારી ગયા. તે મુશ્કેલ છે પરંતુ જીવનમાં ઘણું બધું થઈ રહ્યું છે, ઘણું બધું ક્રિકેટ બાકી છે, તમારે તાકાત શોધવાની જરૂર છે. મને આ દુખમાંથી બહાર આવવામાં સમય લાગ્યો પરંતુ હવે આગળ વધવું પડશે. અમને લોકો દ્વારા ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેનાથી મને પ્રેરણા મળી.
હું રમવા માટે ઉત્સુક..: રોહિત શર્મા
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મારી સામે જે પણ છે, હું તેને રમવા માટે ઉત્સુક છું. રોહિત શર્માએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે 2024માં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં રમી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા 2024નો T20 વર્લ્ડ કપ રમે છે કે નહીં.
કેએલ રાહુલના કર્યા વખાણ
આ સિવાય ભારતીય કેપ્ટને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ વિશે કહ્યું કે, તેને કેએલ રાહુલ પર વિશ્વાસ છે. તે ચોથા અને પાંચમા નંબર પર સારી બેટિંગ કરે છે. તે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરી શકે છે. હું જાણું છું કે તે ક્યાં સુધી આ કરી શકશે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે રોહિત શર્માએ કહ્યું કે છેલ્લા 5 થી 7 વર્ષમાં ભારતીય પેસરે વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કર્યું છે. અમે શમીને મિસ કરીશું. યુવાનો તેમની જગ્યા લેવાનો પ્રયાસ કરશે. જોકે આ સરળ નહીં હોય.
કોને ટીમમાં શામેલ કરવા એ પિચ પર નિર્ભર
ત્રીજા બોલર રોહિત વિશે ભારતીય કેપ્ટને કહ્યું કે પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમારે સારૂં પ્રદર્શન કર્યું છે. અમારી પાસે બુમરાહ અને સિરાજ છે. હવે જોવાનું એ રહે છે કે અમને સ્વિંગની જરૂર છે કે સીમની, અમને કેવા બોલરની જરૂર પડશે, અમે પીચ જોયા પછી નક્કી કરીશું. ટેસ્ટ રમી રહેલી ટીમમાં હાજર ખેલાડીઓ અંગે હિટમેને કહ્યું કે ખેલાડીઓ ટેસ્ટ રમવા માંગે છે, મેં દરેકની આંખોમાં જુસ્સો જોયો છે. ટેસ્ટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે, હું ઈચ્છું છું કે ખેલાડીઓ શક્ય તેટલી વધુ ટેસ્ટ રમે. ખેલાડીઓ ટેસ્ટ રમીને તેમની સ્કિલને ઓળખે છે.


