- કોંગ્રેસ પણ જિલ્લાઓમાં તૂટી રહી છે : મનસુખ વસાવા
- આપનાં તો ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે : મનસુખ વસાવા
- ભાજપ ઘણી મજબૂત પાર્ટી છે: મનસુખ વસાવા
ભરૂચ લોકસભા ગઠબંધન અંગે હાલના સાંસદ મનસુખ વસાવા એ આપી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનમાં લડશે જે પહેલાથી નક્કી હતું. મને કોઈ પણ ચૈતર વસાવાનો ડર લાગી રહ્યો નથી.
કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત થતાં મનસુખ વસાવાનું નિવેદન આપતાં કહ્યું કે, ભરૂચ બેઠક પર ગઠબંધનમાં લડશે તે પહેલાથી નક્કી હતું. આ સાથે જ ભાજપ ભરૂચ સીટ 5 લાખ મતોની લીડથી જીતશે. તેમજ ગુજરાતમાં 26 બેઠકો ભાજપ જીતશે તે નક્કી છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ પણ જિલ્લાઓમાં તૂટી રહી છે. AAPના તો ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. જ્યારે ભાજપ ઘણી મજબૂત પાર્ટી છે. તેથી કોઈ ફરક પડશે નહીં. વડાપ્રધાન મોદીની ગેરેન્ટી છે અને તેમના નેતૃત્વમાં ચોક્કસથી જીતીશું. અમે જેપી નડ્ડા જી નાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે અને સી.આર પાટીલ ના નેતૃત્વમાં રાજ્યલેવલે ખૂબ સંગઠનની કામગીરી કરી રહ્યા છે.
મનસુખ વસાવાએ સાથે જ કહ્યું કે, ભાજપ ભરૂચ સીટ 5 લાખ મતોની લીડ થી જીતશે એમાં કોઈ બે મત નથી અને ગુજરાતમાં ભાજપ 26 માંથી 26 બેઠકો જીતશે તે નક્કી છે. જેની સાથે જ તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


