ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. તેમની વિરુદ્ધ તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યુ છે. લીબિયા પોલીસ અધિકારીની જેલમુક્તિ મામલે મેલોની સામે તપાસ હાથ ધરાઇ છે. મેલોનીએ આ મામલે જણાવ્યુ છે કે, તેઓ તટસ્થ રહેશે અને રાજીનામા મામલે કોઇ કાર્યવાહી કરશે નહી. લીબિયા પોલીસ અધિકારીને આઇસીસીના વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
કેમ થઇ રહી છે તપાસ ?
ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યુ હતુ કે તેમના સામે બેસાડવામાં આવેલી તપાસ એ તેમના દોષિત હોવાનો પુરાવો નથી. અને આ મામલે તેમના પર કોઇ ચાર્જ પણ લગાડવામાં આવશે નહી. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે તેમને તપાસ શરુ હોવાથી અહીં બેસાડવામાં આવ્યા છે. ઓસામા એલમસરી નજીમને ગયા અઠવાડિયે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. અને તેને ઇટલીના સરકારી વિમાન દ્વારા સુરક્ષિત સ્થળે ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ટ્યૂરિન શહેરમાં તેમની ધરપકડ બાદ થોડા દિવસોમાં જ થઇ હતી. ICCએ હવે આ સમગ્ર મામલે ઇટલી સરકાર પાસે સ્પષ્ટીકરણ માગ્યુ છે.
મેલોનીની સોશિયલ મીડિયા પોસ્ટ
ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી મુકી છે. અને તેમાં લખ્યુ છે કે, તેમની સામે ગુનામાં સહાયતા અને સાર્વજનિક ધનરાશિના દુરોપયોગના આરોપોમાં તપાસ શરુ કરાઇ છે. તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહી આપે તેવું પણ મેલોનીએ પોતાના પોસ્ટમાં લખ્યુ છે. મેલોનીએ વધુમાં કહ્યુ હતુ કે તેઓ બ્લેકમેઇલ નહી થાય. અને કોઇનાથી ડરશે પણ નહી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આ તપાસ લુઇગી લી ગોટીએ શરુ કરાવી છે. જેઓ પોતે એક વકીલ છે. અને ઓસામા નજીમને સરકારી વિમાનથી મોકલવા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.
ICCએ શું કહ્યુ ?
ICCએ જણાવ્યુ છે કે, ઓસામા પર ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓએ આ મામલે ઇટલી સરકારને માહિતી આપી હતી. વોરંટ જાહેર કરતા સમયે કોર્ટે જણાવ્યુ હતુ કે તેઓને જો કોઇ કાર્યવાહીમાં વિક્ષેપ પેદા થાય તો તેઓ સીધો જ તેમનો સંપર્ક કરશે.


