વર્ષ 2025 પૂરૂં થવાના આરે છે અને વર્ષ 2026 શરૂ થવાને માત્ર 6 દિવસ બાકી છે. પરંતુ જતા જતા ઇટલીની સરકાર માટે એક મોટી ખુશખબરી લઈને આવ્યુ છે. ઇટલીની સરકારે 2026ના બજેટ પર ઉપરલા સદન એટલે કે સેનેટમાં સરળતાથી વિશ્વાસમત જીતી લીધું છે.
2026 વધુ ખરાબ સાબિત થવાનું છે
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે વર્ષ 2025 તો મુશ્કેલ હતું જ, પરંતુ આવનાર વર્ષ એટલે કે 2026 વધુ ખરાબ સાબિત થવાનું છે. હવે તમારા મનમાં સવાલ આવશે કે ઇટલીની પીએમ આવું કેમ કહી રહી છે? આવનારા વર્ષ અંગે તેઓ હકારાત્મક કેમ નથી? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં જાણો કે વર્ષ 2025ના અંતે મેલોની સરકારને એક મોટી સફળતા મળી છે. ઇટલીની સરકારે મંગળવારે 2026ના બજેટ પર ઉપરલા સદન સેનેટમાં વિશ્વાસમત જીત્યું. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે 70 સામે 113 મતોથી જીત મેળવી.
હું તમને પ્રેમ કરું છું. આપણે એક પરિવાર છીએ
મેલોનીએ રોમમાં આવેલા પાલાઝો ચિગી કાર્યાલયમાં પોતાના કર્મચારીઓ સાથેની બેઠક દરમિયાન કહ્યું, હું તમને પ્રેમ કરું છું. આપણે એક પરિવાર છીએ, આપણે આખું વર્ષ સાથે લડ્યા છીએ.”પછી મજાકના અંદાજમાં તેમણે કહ્યું, ગત વર્ષ આપણે સૌ માટે કઠિન રહ્યું, પરંતુ ચિંતા ન કરો કારણ કે આવતું વર્ષ તો વધુ ખરાબ હશે… તેથી હું તમને સલાહ આપું છું કે આ રજાઓ દરમિયાન સારી રીતે આરામ કરો, કારણ કે આપણે આ અસાધારણ દેશ માટે કામ ચાલુ રાખવું છે.


