- ટ્રમ્પે કોર્ટના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો
- સાચો નિર્ણય 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે આવશેઃ ટ્રમ્પ
- ટ્રમ્પ એવા લીડર છે કે તેઓને ફક્ત મતપેટીમાં જ હરાવી શકાય છેઃબાઈડેન
ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની ટ્રાયલની સાથે જોડાયેલા તમામ 34 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ શુક્રવારે તેમની દીકરી ઈવાન્કાએ એક ભાવનાત્મક પોસ્ટ કરી છે. ગુરુવારે મેનહટન કોર્ટના નિર્ણય બાદ ઈવાન્કા ટ્રમ્પ પિતાના સમર્થનમાં પહેલી પ્રતિક્રિયા આપી ચૂકી છે. ઈવાન્કાએ આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તેણે કેપ્શનમાં લખ્યું, આઈ લવ યુ ડેડ. આ સાથે એક દિલવાળુ ઈમોજી પણ શેર કર્યું હતું.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જોવા મળ્યો ખાસ ફોટો
ઈવાન્કાની તરફથી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકાયેલા ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુવા જોવા મળી રહ્યા છે. આ ફોટો ઘણો જૂનો છે. તેમાં ડોનાલ્ડ ટ્ર્મ્પની દીકરી ઈવાન્કા ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠરાવ્યા બાદ 42 વર્ષની ઈવાન્કાની તરફથી આ નાનો અને પ્રેમાળ સંદેશ સાર્વજનિક ટિપ્પણી માનવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે આ નિર્ણય રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે.
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર થશે આવું
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠરાવવાનો અભૂતપૂર્વ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયે ટ્રમ્પને અમેરિકાના ઈતિહાસમાં દોષી ઠરાવવામાં આવતા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બનાવી દીધા છે. અન્ય તરફ ટ્રમ્પે કોર્ટના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે સાચો નિર્ણય 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે આવશે. આ સમયે હરીફ અને રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પ એવા લીડર છે કે તેઓને ફક્ત મતપેટીમાં જ હરાવી શકાય છે.
11 જુલાઈએ થઈ શકે છે સજા
એક રિપોર્ટ મુજબ મેનહટ્ટન જુરીએ ટ્રમ્પને હશ મની ક્રિમિનલ ટ્રાયલમાં બિઝનેસ રેકોર્ડમાં હેરફેર કરવાના તમામ 34 આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તો સાથે રિપલ્બિકન પાર્ટીએ સીનિયર નેતા ટ્રમ્પની સજા પર હવે 11 જુલાઈએ આગામી સુનાવણી થશે. આ દિવસે જજ જુઆન મર્ચન ટ્રમ્પને સજા સંભળાવી શકે છે. હવે શું સજા થશે તેનો નિર્ણય જજ પર આધાર રાખી રહ્યો છે.


