પાકિસ્તાનમાં આતંકીઓએ આખી ટ્રેન હાઈજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે અને 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. તેઓએ એવી પણ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવશે તો તેઓ બધાને મારી નાખશે. અત્યાર સુધીમાં છ સેનાના જવાનો શહીદ થયા છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતા.
ટ્રેનમાં સેના અને ISIના માણસોની હાજરી
આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરવાનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મી નામના સંગઠને દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરીને 450 લોકોને બંધક બનાવી લીધા છે. BLAએ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ તમામ મુસાફરોને મારી નાખશે. અત્યાર સુધીમાં કુલ છ સેનાના જવાનો શહીદ થયા છે. બંધકોમાં પાકિસ્તાની આર્મી, પોલીસ, એન્ટી ટેરરિઝમ ફોર્સ (ATF) અને ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના સક્રિય ફરજ પરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLAએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.
મહિલાઓ અને બાળકોને મુક્ત કરાયા
ઓપરેશન દરમિયાન BLA આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને બલૂચ મુસાફરોને મુક્ત કર્યા હતા. માહિતી અનુસાર, BLAની આત્મઘાતી એકમ, માજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે, જેમાં ફતેહ સ્ક્વોડ, STOS અને ગુપ્તચર શાખા જીરાબનો સમાવેશ થાય છે.
બલૂચ જૂથોએ નવા હુમલાની જાહેરાત કરી
થોડા દિવસો પહેલા બલૂચ જૂથોએ પાકિસ્તાન અને ચીન સામે નવા હુમલાની જાહેરાત કરી હતી. બલૂચ પ્રતિકાર જૂથે તાજેતરમાં સિંધી અલગતાવાદી જૂથો સાથે યુદ્ધ કવાયત પૂર્ણ કરી હતી અને નિર્ણાયક યુદ્ધ વ્યૂહરચના જાહેર કરીને બલોચ રાજી અજૌઈ સંગર અથવા BRAS દ્વારા સંયુક્ત સંદેશાવ્યવહાર જારી કરવામાં આવ્યો હતો.
બળવાખોર સંગઠનો એકજૂટ થઈ રહ્યા છે
BRAS ના આવવાથી પાકિસ્તાનમાં ચીન દ્વારા ચલાવવામાં આવતા ઘણા CPEC પ્રોજેક્ટ્સ માટે મોટો ખતરો છે. બલોચ રાજી અજોઈ સંગર (બીઆરએએસ) ની સંયુક્ત બેઠક પછી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બલૂચ લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઈઝેશન સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોએ હાજરી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બલૂચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક તબક્કામાં લઈ જવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે BRAS ટૂંક સમયમાં બલોચ નેશનલ આર્મીનું સ્વરૂપ લેશે.


