રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નું નામકરણ કરવા માટે ખાસ પધારેલા બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ નિરંજન ક્રિકેટ પ્રયત્નોની બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પાંચ દાયકાની સફળ કેરિયર દરમિયાન એમને ક્રિકેટને જે રીતે ડેવલપ કર્યું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉભો કર્યું છે તે બેનમૂન છે..
જય શાહે ભારત ઓસ્ટ્રેલિયા સામેનો ફાઇનલ હારી ગયા બાદ પ્રથમ વખત આ મુદ્દે તેમને પોતાની ચુપકીદી તોડી હતી. જય શાહે જણાવ્યું હતું કે મને ઘણા બધાએ પૂછ્યું હતું કે ભારત કેમ હારી ગયું. પણ હવે હું એમાં પડવાને બદલે અહીંથી આજે પહેલી વખત જાહેરાત કરવા માગું છું કે 2024ના t20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા ભારતનો તિરંગો લહેરાવશે તેવું હું ચોક્કસ અત્યારથી જ કહી દઉં છું.