- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ
- બીજેપીએ પાંચમું લિસ્ટ કર્યુ જાહેર
- 15 ઉમેદવારોના નામોની કરી જાહેરાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પાંચમી યાદી બહાર પાડી છે. જેમાં 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ સાથે જ ગત ચૂંટણીમાં બળવો કરનાર ચહેરાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
યાદીમાં કોનો સમાવેશ ?
આ યાદીમાં ભાજપે જયપુર શહેરની સિવિલ લાઇન બેઠક પરથી દાવેદાર પૂર્વ મંત્રી અરુણ ચતુર્વેદીની ટિકિટ રદ કરી છે. ત્યાંથી નવા ચહેરા ગોપાલ શર્માને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે પાર્ટીએ બિકાનેર જિલ્લાની કોલાયત સીટ માટે પોતાનો ઉમેદવાર બદલી નાખ્યો છે. અહીં પાર્ટીના દિગ્ગજ નેતા દેવી સિંહ ભાટીની પુત્રવધૂ પૂનમ કંવરની જગ્યાએ તેમના પૌત્ર અંશુમાન સિંહ ભાટીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કોને આપી ટિકિટ ?
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર હનુમાનગઢથી અમિત ચૌધરી, કોલાયતથી આશુમાન સિંહ ભાટી, શેરગઢથી બાબુ સિંહ રાઠોડ, સરદારશહેરથી રાજકુમાર રિનવાન, ભરતપુરથી વિજય બંસલ અને રાજખેડાથી નીરજા અશોક શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે બેરોજગાર વિદ્યાર્થીઓના નેતા ઉપેન યાદવને શાહપુરાથી મેદાનમાં ઉતાર્યા છે. વરિષ્ઠ પત્રકાર ગોપાલ શર્માને જયપુર શહેરની સિવિલ લાઈન્સમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.