- વિદેશ પ્રધાન જયશંકરે બ્રિટન સાથેના વ્યાપારની વાત કરી
- બન્ને દેશના લોકોને-વેપારીઓને ફાયદો થાય એવી પોલીસી પર ચર્ચા
- એક એવી યોજના ઘડાશે જે બન્ને દેશ માટે સમાન ધોરણે કામ કરે
વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન હાલમાં મુક્ત વેપાર કરાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આશા છે કે બંને પક્ષો એવી સર્વસંમતિ સુધી પહોંચશે. જે બંને માટે કામ કરે. વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન હાલમાં મુક્ત વેપાર કરાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આશા છે કે બંને પક્ષો એવી સર્વસંમતિ સુધી પહોંચશે જે બંને માટે કામ કરે.
બન્નેના ફાયદામાં હોય એવી વાત
અમે સત્તાવાર રીતે એડવાન્સ ટ્રેડ પાર્ટનરશિપ તરીકે ઓળખાતા તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સામાન્ય શબ્દોમાં, તેને FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કહેવામાં આવે છે.” તેમણે કહ્યું કે આજે ભારત અને બ્રિટનની સરકારો આ અંગે વાતચીત કરી રહી છે. “અમે આશા રાખીએ છીએ કે અમે એવા કરાર પર પહોંચીશું જે અમારા બંને માટે કામ કરશે.” ઈન્ડિયા-યુકે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ 2021માં ઈન્ડિયા-યુકે રોડમેપ 2030 સાથે શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તૃત કરવાનો છે.
દિવાળનું સેલિબ્રેશન કર્યું
લંડનમાં દિવાળીના એક કાર્યક્રમમાં ભારતીય સમુદાય સાથે બોલતા, જયશંકરે નવનિયુક્ત વિદેશ પ્રધાન ડેવિડ કેમેરોન, સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સ અને ગૃહ પ્રધાન જેમ્સ ક્લેવરલી સાથેની તેમની બેઠકો વિશે પણ વાત કરી. જોકે, લંડનના પબ્લિક પ્લેસમાં દિવાળીનું મસ્ત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જ્યારે બ્રિટનના પ્રધાન ઋષિ સુનકે પણ પરંપરા અનુસાર દિવાળનું સેલિબ્રેશન કર્યું હતું


