- ઊંધિયા જલેબી લેવા અમદાવાદીઓની લાંબી કતારો
- ઊંધિયાનો પ્રતિકીલોએ ભાવ રૂ.480થી 500 જે પહેલા 250થી 300 હતો
- ફાફડા રૂ.550 થી 600 જ્યારે ગત વર્ષે રૂ. 400 હતો
ઉત્તરાયણના પર્વ પર ઊંધિયા જલેબીની રમઝટ જામી છે. જેમાં સ્વાદના રસિયાઓની વહેલી સવારથી ફરસાણની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. તેમાં ઊંધિયા જલેબી લેવા અમદાવાદીઓની લાંબી કતારો દેખાઇ છે. તેમજ ઊંધિયાનો પ્રતિકીલોએ ભાવ રૂ.480 થી 500 જે પહેલા 250 થી 300 હતા.
જલેબી (શુદ્ધ ઘી) પ્રતિકીલોએ રૂપિયા 800 થી 850 થઇ
જલેબી (શુદ્ધ ઘી) પ્રતિકીલોએ રૂપિયા 800 થી 850 થઇ છે. જ્યારે જૂનો ગત વર્ષે ભાવ રૂપિયા 500 થી 600 હતા. તેમજ ફાફડા રૂ.550 થી 600 છે જેમાં ગત વર્ષે રૂપિયા 400 હતા. ઊંધિયા જલેબી લેવા વહેલી સવારથી ઠેરઠેર લોકોની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ઊંધિયાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયા ખરીદવા લાઈનો લગાડતા હોય છે.
આ વર્ષે ઊંધિયાનો ભાવ કિલોએ 480 થી 500 રૂપિયા સુધી પહોંચ્યો
અમદાવાદમાં લોકો ઘરેથી લઈ વિવિધ જગ્યાઓ પર ઊંધિયા બનાવતા હોય છે. આ વચ્ચે પાપડી અને વિવિધ શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ઊંધિયાની કિંમતમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતા ઊંધિયાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ઊંધિયાનો ભાવ કિલોએ 480 થી 500 રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમજ જલેબીનો ભાવ 650 થી 850 રૂ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ તરફ સુરતમાં ઊંધિયાની સરેરાશ કિંમતો રૂપિયા 400 રૂપિયે પ્રતિ કિલો છે. જો કે, સ્વાદના શોખીન સુરતીલાલાઓ આ વર્ષે હજારો કિલો ઊંધિયા હોંશે હોંશે ઝાપટી જશે. તેમાં પણ શિયાળામાં થતાં તમામ શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી લોકોની વચ્ચે તેની ભારે ડિમાન્ડ હોય છે.


