- જંબુસર તાલુકા પંચાયતની ગાડી વડોદરાથી ચોરાઈ
- સરકારી ગાડી ચોરીના CCTV સામે આવ્યા
- બોડીવર્ક માટે ગાડી વડોદરાના ગેરેજમાં મુકાઈ હતી
જંબુસર તાલુકા પંચાયતની ગાડી વડોદરાથી ચોરાઈ છે. જેમાં સરકારી ગાડી ચોરીના CCTV સામે આવ્યા છે. બોડીવર્ક માટે ગાડી વડોદરાના ગેરેજમાં મુકાઈ હતી. ત્યારે અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવીથી લોક તોડી ગાડી ચોરી કરી છે. TDOની સરકારી ગાડી ચોરી થતા ચકચાર મચી છે.
જંબુસર તાલુકા પંચાયતની ગાડી ચોરી
વડોદરા જવાહર નગર પોલીસ સ્ટેશનમાં જંબુસર તાલુકા પંચાયતની ગાડી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડની સરકારી ગાડી બોલેરોની ચોરી થઇ છે. જંબુસર તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી GJ-16-G-0793 નંબરની બોલેરો ગાડીની વડોદર ચોરી જતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદર એવન બોડીવર્ક પેટ્રોફિક્સ બસ સ્ટેન્ડ સામે રીફાઈનરી જલારામ નગર ખાતેથી અજાણ્યા ચોર ઈસમો ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ગાડી ચોરી ગયા છે.
જવાહર નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી
સમગ્ર ઘટનાની જાણ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ને થતા વડોદરા જવાહર નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અગાઉ દ્વારકામાં પોલીસની ગાડી ચોરી થઈ હતી. જેમાં પોલીસની GJ-18-GB-7269 નંબરની ગાડીની ચોરી થઈ હોવાની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. દ્વારકામાં આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ વિભાગ પણ દોડતું થયું હતુ. તેમજ પોલીની જ ગાડીની ચોરી થતાં તંત્ર એક્શનમાં આવ્યું અને ચોર પકડાઇ ગયો હતો.


