- જમ્મુ કાશ્મીર પહોંચ્યા સેના પ્રમુખ મનોજ પાંડે
- રાજૌરી અને પૂંછમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
- સુરક્ષાની સ્થિતિ અંગે કરી સમીક્ષા
જમ્મુના પૂંછ અને રાજૌરી જિલ્લામાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં 4 જવાનોએ શહીદી વ્હોરી હતી. જો કે આતંકીઓ હજી પણ છૂપાયેલા હોવાની માહિતી મળતા છેલ્લા 5 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યુછે. પોલીસ, સેના અને સીઆરપીએફની ટીમ આતંકીઓની શોધખોળમાં વ્યસ્ત બની છે. બંને જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સેના પ્રમુખ મનોજ પાંડે પૂછમાં આતંકી હુમલામાં જવાનોના બલિદાનને ધ્યાને રાખીને સોમવારે જમ્મુ પહોચ્યા હતા.
આર્મી ચીફ પ્રમુખ જમ્મુ કાશ્મીરમાં
તેમણે રાજોરી-પૂંછમાં તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદ વિરોધી ગ્રીડને મજબૂત કરવા અંગે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પણ પુંછ સેક્ટરની મુલાકાત લીધી હતી. તેમને સૈન્ય અધિકારીઓએ વર્તમાન સુરક્ષા સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. આર્મી ચીફે કમાન્ડરો સાથે વાતચીત કરી અને તેમને પ્રોફેશનલ રીતે ઓપરેશન ચલાવવા અને તમામ પડકારો સામે અડગ રહેવા પ્રોત્સાહિત કર્યા.
મહત્વનું છે કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન, જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ અને વરિષ્ઠ નાગરિક વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ દેખરેખ માટે રાજૌરી-પૂંચમાં કેમ્પ કરી રહ્યા છે. સેનાએ પૂંછ જિલ્લાના સવની વિસ્તારમાં આતંકવાદી હુમલાના સ્થળની નજીકથી શંકાસ્પદ સંજોગોમાં ત્રણ ગ્રામવાસીઓના મૃતદેહોને રિકવર કરવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.


