By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?

Editor
Last updated: 2026/01/21 at 2:00 PM
2 months ago
Share
જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?
SHARE

જમનાબાએ કાળો કેર કરી નાંખ્યો.. એમને આ શું સૂઝ્યું ?’ બીજી બહેને કહ્યું ‘મને તો બાજુવાળા કેશાભાઈએ કીધું કે જમનાબાએ તો ભારે કરી. સાંભળીને મગજ ચકરાઈ ગયું..પાંચમાં પૂછાય એવા જમનાબા આવું કરે ?’

નાનકડું રતનપુર ગામ હચમચી ઉઠ્યું હતું સવારમાં સૂર્યના કિરણો ગામ પર પથરાયાં એની સાથે જ સમાચાર ફેલાઈ ગયા. ખબર પડી એ બધા દોડીને જમનાબાના ઘરપાસે પહોંચી ગયા. એમનું ઘર એટલે કાચી માટીનું ખોરડું. એક ઓસરી અને બે ઓરડા. અત્યારે તો ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. ટાબરિયાંથી માંડીને ડોસા-ડોસીઓ સુધ્ધાં આવી પહોંચ્યા હતા.

ઘેરા કથ્થાઈ રંગનો સાડલો પહેરેલા પંચોતેર વર્ષના જમનાબા ફળિયામાં ખાટલા ઉપર નીચું જોઈને બેઠા હતા. એમનો કરચલીવાળો ચહેરો પથ્થરની મૂર્તિ જેવો ભાવવિહીન હતો. છતાં, આંખોમાં ભીનાશ ચમકતી હતી. ખોળામાં રાખેલા બંને હાથની આંગળીઓ એકમેકમાં જડબેસલાક રીતે પરોવાયેલી હતી અને હોઠ દૃઢતાથી બીડાયેલા હતા.

એમનો નાનો દીકરો નટવર ડઘાયેલી હાલતમાં એમના પગ પાસે બેઠો હતો. એની વહુ સવિતા બાજુમાં બેસીને થોડી થોડી વારે ડૂસકાં ભરતી હતી. ગામની સ્ત્રીઓ ખાટલાની બાજુમાં ચૂપચાપ ઊભી હતી. થોડે દૂર ઊભેલાં પુરુષો ધીમા અવાજે અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતાં.

ગામના સરપંચે ફોન કરીને તાલુકે જાણ કરી દીધી હતી, એટલે હવે શું થશે એ જિજ્ઞાસા સાથે બધાં પ્રતિક્ષા કરી રહ્યા હતા. ધૂળ ઊડાડતી પોલિસની જીપ દેખાઈ કે તરત સરપંચે એક યુવાનને ખુરશી લાવવા ઈશારો કર્યો. જીપ આવીને ઊભી રહી કે તરત અંદરોઅંદર ચાલતી ગ્રુપચુપ બંધ થઈ ગઈ.

બધાની આંખો હવે એ તરફ હતી. જીપમાંથી એક ઈન્સ્પેક્ટર, એક મહિલા કોન્સ્ટેબલ અને બીજા બે કોન્સ્ટેબલ નીચે ઊતર્યા. સરપંચ સામે ગયો અને ઈન્સ્પેક્ટર સાથે વાતચીત કરીને આંગળી ચીંધીને જમનાબાને બતાવ્યાં.

પેલા યુવાને ખાટલા પાસે ખુરશી ગોઠવી દીધી. ખુરશી ખસેડીને ઈન્સ્પેક્ટર ખાટલાની નજીક આવીને બરાબર જમનાબાની સામે બેઠાં. ગામલોકો પણ હિંમત કરીને ખાટલાની નજીક આવ્યાં. ધૂળિયા ગામની કંગાળ દશા, ઝૂપડા જેવા ઘરની જીર્ણશીર્ણ હાલત અને સામે બેઠેલા જમનાબાને જોઈને એના ચહેરા પર નિરાશા છલકાતી હતી. સાવ મફતનો ધરમધક્કો ખાધાનો કંટાળો એના વર્તનમાં વ્યક્ત થતો હતો. આવા કેસમાં શું કરવાનું ?

‘માજી, આવું કેમ કર્યું ?’ જમનાબાના ચહેરા સામે જોયા પછી અવાજમાં શક્ય એટલી નરમાશ ઉમેરીને એણે પૂછ્યું.’આવું કરતાં પહેલાં કોઈ વિચાર ના આવ્યો ? કઈ રીતે જીવ ચાલ્યો તમારો ?’ જરાય કડકાઈ દાખવ્યા વગર સાવ સ્વાભાવિકતાથી એ પૂછતાં હતાં. એ છતાં, જાણે એનું કોઈ અસ્તિત્વ જ ના હોય એમ જમનાબા મૂર્તિની જેમ બેઠા હતા. એમણે કોઈ જવાબ ના આપ્યો એટલે ઇન્સ્પેક્ટરે કંટાળીને ઘાંટો પાડ્યો, ‘તમને પૂછું છું, માજી.. આ શું કર્યું તમે ?’

જમનાબાએ માથું ઊંચુ કરીને એની સામે જોયું. એમનો શામળો ચહેરો ભાવવિહીન હતો, પણ ઊંડી ઉતરી ગયેલી ભીની આંખોમાં જાણે વેદનાનો મહાસાગર ઘૂઘવતો હોય એવું ઈન્સ્પેક્ટરને લાગ્યું. આકરા મનોમંથન પછી શું જવાબ આપવો એ જાણે વિચારી લીધું હોય એમ એમના હોઠ ફફડ્યાં. આખું ગામ કાન સરવા કરીને એ તરફ તાકી રહ્યું હતું.

‘દીકરા, તારે મા છે ?’ જેની જરાયે કલ્પના પણ ના હોય એવો સવાલ જમનાબાએ પૂછ્યો, એટલે ઇન્સ્પેક્ટર ગૂચવાયો. આશ્ચર્યથી જમનાબાની સામે જોઈને હકારમાં માથું હલાવ્યું. ‘તને તારી માના સોગન આપીને કહું છું કે ઉતાવળ ના કરતો. હું ક્યાંય ભાગી નથી જવાની. મારી આખી વાત સાંભળીને ન્યાય તોળજે. આ ડોશીએ જે કર્યું છે એ ખોટું છે, એવું લાગે તો દોરડે બાંધીને લઈ જજે અને ફાંસીએ લટકાવજે.”

એમણે ઈન્સ્પેક્ટર સામે હાથ જોડ્યા. ‘તારો કાયદો હમણાં તારી પાસે રાખજે. પહેલા આ વિધવા ડોશીનો વલોપાત સાંભળજે. જરાયે ખોટું નહીં બોલું. બધુંય સાચેસાચું કહીશ.’ ઈન્સ્પેક્ટરે આંખોથી જ જમનાબાને સંમતિ આપી કે બોલો.

પંદર વર્ષની હતી ત્યારે પરણીને અહીં આવેલી. જમનાબાએ ઘર સામે નજર કરી. મેં અને તારા પરભુદાદાએ જાતમહેનત કરીને આ ખોરડું ઊભું કરેલું.’ હે પ્રભુ..ઈન્સ્પેક્ટરે ઘડિયાળ સામે નજર કરી. પંચોતેર વર્ષની આ ડોશીએ એ પંદર વર્ષની હતી, ત્યારથી કથા શરુ કરી છે, તો એનો અંત ક્યારે આવશે ?

“તને ખોટી નહીં કરું, દીકરા.. બહુ સટિમાં પતાવીશ.’ એનો અણગમો પારખીને જમનાબાએ ધરપત આપીને કથા આગળ વધારી. ‘એ પછી તારા પરભુદાદાને રેલવેમાં નોકરી મળી. મોટા કાનજીનો જનમ થયો. પછી પાંચ વરસે નાના નટવરનો જનમ થયો. એ રેલવેમાં નોકરી કરે ને હું અહીં બેઉ છોકરાઓને સંભાળું. ભગવાને બહુ સુખ આપ્યું હતું.”

લગીર અટકીને એમણે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘વધુ પડતા લાડમાં મોટો કાનજી વંઠી ગયો. નિશાળે જાય નહીં ને ગામના નઠારા છોકરાઓની જોડે રખડ્યા કરે. દસ વરસની ઉમરે તો બીડીના રવાડે ચડી ગયેલો..’ ખાટલા પાસે બેઠેલા નટવરની સામે નજર કરીને એમણે આગળ કહ્યું, ‘આ નાનો નટિયો ભણવામાં હોંશિયાર સડસડાટ આગળ વધતો ગયો ને કાનજી બગડતો ગયો. રામજી મંદિરે બાવા-સાધુની ટોળી આવે ત્યારે કાનજી ત્યાં જ પડ્યો પાથર્યા રહીને ગાંજ-ચરસ પીધા કરે. એ કપાતરને જવાબદારીનું જરાયે ભાન નહીં.’

ધીમે ધીમે સાવ નજીક આવીને ગામલોકો કુંડાળું વળીને ખાટલાની ફરતે ઊભા હતા. આ પરિસ્થિતિમાં પણ જમનાબાનો રણકતો અવાજ અને સ્વસ્થતા જોઈને ઈન્સ્પેક્ટર આશ્ચર્યથી સાંભળતો હતો.

‘એવામાં તારા દાદા દેવલોક પામ્યા. હવે આ બંને દીકરાઓને મારી એકલીએ સંભાળવાના હતા. રેલવેનું સરકારી ખાતું દયાળુ એટલે એમના હિસાબ પેટેના પૈસા મળ્યા અને મારા નામજોગ પેન્શન આજેય ચાલુ છે. કાનજી ઢાંઢો થયો તોય સુધર્યો નહીં. લોકો કહેતા કે એને પરણાવી દો. બૈરું આવશે એટલે એ ઠેકાણે આવી જશે. પણ મારા દીકરાના લખ્ખણ જોઈને મને તો ગળા સુધીને ખાતરી હતી કે આ કપાતર ક્યારેય સુધરવાનો નથી. એ રખડેલને કોઈ જવાબદારી લેવાની ઈચ્છા જ નહોતી.”

‘આવા વંઠેલને પરણાવીને બીચારી કોઈ પારકી છોકરીનો ભવ બગાડવાનું પાપ મારે નહોતું કરવું. આ નાનો નટિયો ટનાટન ભણ્યો ને એને માસ્તરની નોકરી પણ મળી ગઈ.’ નટવરની પાસે બેઠેલી પુત્રવધુ સામે નજર ફેરવીને એમણે ઉમેર્યું, ‘એ માસ્તર થયો એટલે સારા ઘરની છોકરી શોધીને એને પરણાવી દીધો.” નિરાશાથી માથું ધૂણાવીને એ ભીનાં અવાજે બબડયા. ‘નટિયો નોકરી કરીને પગાર મારા હાથમાં આપી દે. એની વહુ આખા ઘરના કામકાજમાં તૂટી મરે, ને સામે કાનજી વણ ટાઈમ રોટલાં તોડે. બીડીઓ ફૂંકે અને નવરો ધૂપ થઈને આખા ગામમાં આંટા મારે…”

ઇન્સ્પેક્ટરના ચહેરા પરની અધિરાઈ પારખીને જમનાબાએ વાત ટૂંકાવી. ‘અત્યારે નટિયાને ત્યાં બે દીકરા છે. વાંઢા કાનજીને નટિયાની વહુ રોજ રોટલા નીરે છે. છેલ્લે દાક્તરને બતાવ્યું, ત્યારે તેમણે કહી દીધું છેલ્લા સ્ટેજનો ટી.બી. છે. આટલું જાણ્યા પછીયે બીડી પીને રાત-દિવસ ખોં ખોં કરતો હતો. છેલ્લા બે મહિનાથી તો કાનજી રીતસર રીબાતો હતો. શ્વાસ ચડે ને રડે. ગળફામાં રોજ લોહી પડે એ જોઈને એ અક્કરમી સુધર્યો નહીં. લાગ મળે ત્યારે કોઈ ભાઈબંધ જોડે બીડી-બાક્સ મંગાવી લે. મૂવા એના દોસ્તારો પણ એના જેવા વંઠેલ જ હોયને ?’

‘ચાર દિવસ પહેલાં મને છાતીમાં મુંઝારો થતો હતો એટલે નટિયો મને મોટા દાક્તર પાસે લઈ ગયો. રીપોર્ટ સાવ ખરાબ હતો. મને હળવો એટેક આવી ગયો, અને હારટનું ઓપરેશન કરાવવું પડશે. ભ્રૂણ લાખના ખર્ચાની વાત આવી એટલે અમે પાછા ફર્યા. મૂવા દાક્તરે કીધું કે ડોશીમા ગમે ત્યારે ઢળી જશે. મારે છોકરાના માથે ભાર નાંખીને લાંબુ નથી જીવવું.’

‘ઘેર આવીને જોયું તો કાનજી ને જોરદાર ખાંસી ચડેલી. ઢગલાબંધ લોહીના ગળફા પડયાં હતાં. એ બધું સાફ કરીને મેં જોયું તો એ કપાતર પથારીમાં સૂતો સૂતો બીડી પીતો હતો..એવી દાઝ ચડી કે આ ડોબાનું શું કરવું? માથામાં હથોડા ઝિંકાતા હોય એમ હરીફરીન એક જ વિચાર ઘૂમરાય કે હું નહીં હોઉં ત્યારે આ અભાગિયાનું શું થશે? મારો દિવો તો ગમે ત્યારે રામ થઈ જશે, એ પછી આની આ બધી વેઠ કોણ કરશે ?’

મારું મગજ ભમી ગયું. સાહેબ, કોઈ મા ક્યારેય વિચારી પણ ના શકે એવો આકરો નિર્ણય ગાંડા જેવી દશામાં લઈ લીધો. હું સડપ દઈને ઊભી થઈ. કેરોસીનનો પાંચ લીટરનો કેરબો એના પર રેડી દીધો. બે હાથ જોડીને એની માફી માંગી. અને ફટ દઈને દીવાસળી ચાંપી દીધી.. સાંઠીકડા જેવા એના દેશમાં જરાયે તાકાત નહોતી. ભડ..ભડ.. કરતો બળી ગયો..”

અત્યાર સુધી રોકી રાખેલા આંસુ એક સાથે ધસી આવ્યાં. ‘સાહેબ, થવાકાળ થઈ ગયું. હવે જમડાં આવે કે તમે ફાંસીએ લટકાવો તેની કોઈ ચિંતા નથી..’ ઈન્સપેક્ટર અને આખું ગામ સ્તબ્ધ હતું. સાંભળનારની પણ આંખો ભીની થઈ જાય એ રીતે જમનાબા ધુસકે ધુસકે રડતા હતા.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 3 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?