- ફાયરની ટીમની મદદથી મૃતદેહો કાઢવામાં આવ્યા
- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા
- પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં એક પછી અકસ્માતની ઘટના બની રહી છે અને જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. આ વચ્ચે જામનગરના જોડિયા હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના સ્થળ પર જ મોત થયા છે.
આ અંગેની માહિતી અનુસાર, જામનગરના જોડિયાથી સચાણા તરફ જતા માર્ગે સચાણા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો.
અકસ્માત એટલો ભયનાક હતો કે જામનગરની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલેન્સ દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડાયા હતા.
એટલું જ નહીં કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે. ફાયરની ટીમે પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. તેમજ ત્રણેય મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


