- 100 લોકો વિરુદ્ઘ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
- ક્ષત્રિયોના ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન સામે સરકાર આવી એકશનમાં
- રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ નોંધાયો ગુનો
જામનગર શહેરમાં વોર્ડ નંબર 6 માં ભાજપ કાર્યાલય ખાતે રાજપુત સમાજના મહિલાઓ અને યુવાનો દ્વારા તોડફોડ આવી હતી તે અંતર્ગત જામનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ ઉપર પ્રથમ ગુનો નોંધાયો છે. જેમાં વોર્ડ નંબર 6 માં ભાજપની સભામાં વિરોધ પ્રદર્શન કરવા બાબત ગુનો દાખલ કરવામાં આવ્યો તેમાં રાયોટીંગ, તોડફોડ કરવી, અને જાનથી મારી નાખવાની ધમકી આપવી તેવી કલમો હેઠળ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ પણ છે આકરા મૂડમાં
ગઈકાલે રાત્રિના સમયે ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા ભાજપની સભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી.જોત જોતામાં બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે ટોળાએ અચાનક તોડફોડ કરી નાખી હતી,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા,અને પરિસ્થિત પર કાબુ મેળવ્યો હતો,પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.તો સી ડિવિઝન પોલીસે સીસીટીવીની આધારે વધુ તપાસ હાથધરી છે.
રૂપાલાના નિવેદનને લઈ ભાજપ સામે વિરોધ
ભાવનગના શિહોરમા ગઈકાલે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ જાહેરસભા સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. સિહોરમાં આયોજીત સભા સ્થળ પર રક્ષામંત્રી પહોંચ્યા બાદ ક્ષત્રિય સમાજના યુવકોએ પણ અહીં પહોંચી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે પોલીસે તેઓની દૂરથી જ અટકાયત કરી લીધી હતી. કાર્યક્રમ સ્થળ નજીક રૂપાલા હાય,હાયના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો.
નર્મદાના અગ્રણીઓ આપ્યુ રાજીનામુ
નર્મદા જિલ્લામાં ભાજપના ક્ષત્રિય હોદ્દેદારાઓએ રાજીનામુ આપ્યુ છે. રુપાલા નિવેદનનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમલમ પહોંચી રાજીનામું આપ્યું છે. યુવા મોરચા, કિસાન મોરચા, શહેર મંત્રી, કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે. ક્ષત્રિય આગેવાને જણાવ્યુ કે સમાજ સાથે ચર્ચા કરી રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ જિલ્લા પ્રમુખ જણાવ્યુ કે મતદાન પહેલા ક્ષત્રિય સમાજનો રોષ શાંત થશે તેવી આશા છે.


