- સામાન્ય બાબતે ઘરમાં ઘૂસી તોડફોડ કરી
- તોડફોડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા
- 3 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
જામનગર શહેરમાં જાણે કે કોઈને હવે કાયદાનો ડર જ ના રહ્યો હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરમાં ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો છે, શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ત્રણ શખ્સોએ સામાન્ય બાબતે એક ઘરમાં ઘૂસીને તોડફોડ કરી છે. શખ્સોએ આતંક મચાવતા આસપાસન વિસ્તારમાં હાલમાં ભયનો માહોલ છે.
ટુ-વ્હીલર પર સવાર થઈ હથિયાર સાથે આવ્યા શખ્સો
જામનગર શહેરમાં કોઈ નજીવી બાબતે ત્રણ શખ્સો હથિયાર સાથે કોઈ વ્યક્તિના ઘરે એક ટુ-વ્હીલર પર સવાર થઈને આવ્યા હતા અને ઘરની બહારથી બારી અને દરવાજાની તોડફોડ કરી હતી. એક પરિવારના ઘર પર સંબંધીના છોકરાએ સામાન્ય બાબતમાં અન્ય બે શખ્સો સામે મળીને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ત્યારે હાલમાં ચારેબાજુ ચકચાર મચી છે.
3 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ત્યારે હાલમાં આ તોડફોડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને સમગ્ર મામલે ત્રણ શખ્સો વિરૂદ્ધ જામનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં જમીન વિવાદ મુદ્દે વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી
ભરૂચ જિલ્લાના આમોદમાં એક વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી થઈ હતી. જે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જે ઘટનાને લઈને આમોદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અસામાજિક તત્વો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.
આમોદમાં ભાગ્યોદય ટૉકીઝની મિલકત વર્ષોથી વિવાદિત છે, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલે છે. જેને લઈને અવાર-નવાર માથાકુટ થતી રહે છે. જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબૂલભાઈ છે. તેમજ બીજા પક્ષની પાર્ટી વેપારી વર્ગમાંથી આવતા ડભોઈયા સમાજના લોકો છે. બંને પક્ષ વચ્ચે કોઈ કારણોસર ભાગ્યોદય ટૉકીઝ પાસે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. જેમાં ઈજાગ્રસ્ત લોકોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો આમોદ પોલીસ મથકે પહોંચ્યો હતો.


