- જામનગરમાં નૂરી હાઈસ્કૂલ પાસે જૂની બિલ્ડિંગ ધરાશાયી
- બિલ્ડિંગ ધરાશાયી થતાં 3 બાળકો દટાયા
- JCBની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
જામનગરમાં આજે મોટી કરુણાંતિકા સર્જાઇ છે. જામનગરની નૂરી હાઇસ્કૂલ પાસે આવેલ એક જૂની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 બાળકો દટાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે, JCBની મદદથી તુરંત રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સમગ્ર ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ એક બાળકનું મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, વર્ષો જૂની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં સમગ્ર કરુણાંતિકા સર્જાઇ હતી. નજીક આવેલ ઝુંપડપટ્ટીના બાળકો અહી રમી રહ્યા હતા તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં બાળકો દબાય હતા. જોકે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તંત્રને જાણ કરતાં JCB દ્વારા તુરંત રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી.


