- જામનગરના રાજવી જામસાહેબ દ્વારા કરાયું મતદાન
- જામનગરની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
- રાષ્ટ્રના હિતમાં મતદાન કર્યુંઃ શત્રુશૈલ્યજી
રાજ્યમાં ત્રીજા ફેજનું મતદાન પૂર્ણ થયુ છે. વિવિધ રાજકીય હસ્તીઓ ઉપરાંત ફિલ્મ અભિનેતાઓ અને ખેલાડીઓએ પણ મતદાન કર્યું છે. આજે જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ મતદાન કર્યું છે. તેમણે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ શાળા નંબર 11 ખાતે મતદાન કર્યું છે.
જામસાહેબે મતદાન પોલીસ ક્વોર્ટર ખાતે આવેલ શાળામાં કર્યું, મતદાન નાદુરસ્ત તબિયત વચ્ચે મતદાન કરવા પહોંચ્યા હતા અને જામસાહેબે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામ સાહેબ શત્રુશૈલ્યજીએ જામનગર વાસીઓને જય માતાજી કહ્યા હતા. જામસાહેબે કહ્યું હતું કે, રાષ્ટ્ર ના હિતમાં મતદાન કર્યું છે. લોકોને થોડો સમય બાકી છે ત્યારે મતદાન કરવા અપીલ પણ કરી હતી.
ક્રિકેટ રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું
આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું છે. પંચવટી કોલેજ ખાતે આજે બપોર બાદતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તેમના પત્ની અને બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે. અમરેલી બેઠકના ભાજપના પ્રભારી અને પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જામનગરની સેન્ટ આન્સ ખાતે મતદાન કર્યું છે.


