એસ ટેનિસ એકેડમી ખાતે એસએજીના સહયોગથી રમાતી આઇટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં શનિવારે વિમેન્સ સિંગલ્સ અને ડબલ્સના ફાઇનલ મુકાબલા રમાશે. વિમેન્સ સિંગલ્સમાં વૈષ્ણવી અડેકર અને ડેનમાર્કની ઇલેના જામશિદી વચ્ચે સિંગલ્સની ટ્રોફી માટે મુકાબલો થશે.
વિમેન્સ ડબલ્સમાં વૈષ્ણવી એડકર અને પૂજા ઇંગ્લેની જોડીનો જાપાનની કોબાયાશી અને નાગાટાની જોડી સામે મુકાબલો થશે. વિમેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલમાં ટાઇટલ માટેની ફેવરિટ તથા બીજી ક્રમાંકિત ઝીલ દેસાઇનો વૈષ્ણવી સામે 6-0, 6-2થી પરાજય થયો હતો. બીજી સેમિફાઇનલમાં ટોચની ક્રમાંકિત રશિયાની યાશિનાનો બે કલાક 19 મિનિટના સંઘર્ષ બાદ ડેનિસ ખેલાડી જામશિદી સામે 3-6, 6-3, 4-6થી પરાજય થયો હતો. ડબલ્સમાં કોબાયાશી અને નાગાટાએ નિટ્ટુરે અને સાદીકની જોડીને 6-2, 6-1થી હરાવી હતી. ત્યારબાદ પૂજા અને અડેકરની જોડીએ માયા રાવથી અને લક્ષ્મી પ્રભાને 4-6, 6-1, 10-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


