- અયોધ્યા રામમંદિર નિર્માણને લઇને ચંપતરાયનું મહત્વનું નિવેદન
- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ છે ચંપતરાય
- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થવાની છે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તૈયારીઓ તડામાર ચાલી રહી છે. હવે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપન માટે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ દરમિયાન મંદિરના અભિષેકની તારીખ પર ચંપત રાયનું મોટું નિવેદન આવ્યું છે.
આઝાદી કરતા ઓછો મહત્વનો નહી- ચંપતરાય
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે 22 જાન્યુઆરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી 15 ઓગસ્ટ 1947 (સ્વતંત્રતા દિવસ) જેટલી જ મહત્વપૂર્ણ છે.
ભારતને એક કરવાનું માધ્યમ બન્યુ અયોધ્યા- ચંપતરાય
રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પહેલા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આવતા વર્ષે 22 જાન્યુઆરીની સરખામણી ભારતની આઝાદી એટલે કે 15 ઓગસ્ટ સાથે કરી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ચંપત રાયે કહ્યું કે, 22 જાન્યુઆરી, 2024 એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી કે 15 ઓગસ્ટ, 1947 હતી. એટલું જ મહત્વપૂર્ણ છે જેટલુ કારગિલ પરત લાવવાનું હતું. આ દિવસ એટલો જ મહત્વનો છે 1971માં એક લાખ સૈનિકોને હિરાત લઇ જવાનુ હતું. આ સાથે મંદિરના નિર્માણ પર ચંપત રાયે કહ્યું કે રામ મંદિરના નિર્માણને લઈને અયોધ્યાના લોકોમાં સંતોષની લાગણી છે, જે ‘ભારતને એક કરવાનું માધ્યમ’ બની ગયું છે.
‘સમગ્ર દેશ માટે સન્માનનો વિષય બન્યો’
અયોધ્યાવાસીઓમાં સંતોષની લાગણી છે. 1983 પછી અયોધ્યામાં સમગ્ર ભારતમાંથી, આસપાસના નાના રજવાડાઓ, પૂજારીઓ, શિક્ષકો અને તમામ સંતો તેમાં જોડાવા લાગ્યા છે. જે વિષય માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત હતો. તે સમગ્ર દેશ માટે સન્માનનો વિષય બની ગયો છે.”


