- જાપાનમાં ફરી એકવાર પ્રચંડ ભૂકંપના આંચકા અનુભવાયા
- ગુરુવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 7.1 નોંધાઈ
- ભૂકંપને લીધે લોકો ડરના માર્યા ઘરબહાર દોડી ગયા
જાપાન દેશમાં ફરી એકવાર પ્રચંડ ધરતીકંપ આવ્યો છે. ગુરુવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 7.1 નોંધવામાં આવી છે. ભૂકંપની અસર જાપાનના ઘણા શહેરોમાં અસર જોવા મળી હતી. ભૂકંપને લીધે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે ઘણા લોકો રસ્તા પર આંટા-ફેરા મારતા જોવા મળ્યા હતા. ભૂકંપને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હોત.
જાપાનમાં જોરદાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પ્રભાવી
જાપાનમાં આવેલા ધરતીકંપની 7.1ની તીવ્રતાના ભૂકંપની જાણ થયા બાદ દક્ષિણમાં ક્યુશુ અને શિકોકુ ટાપુઓના ભાગો માટે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુઓ પરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. NHK, જાપાનના જાહેર પ્રસારણકર્તાએ કહ્યું કે તે મિયાઝાકી અને કોચી પ્રીફેક્ચર્સ ક્ષેત્ર માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
ધરતીકંપનું કેન્દ્ર જાપાનનું કયૂશુ શહેર જમીનથી આઠ કિલોમીટર નીચે
જાપાનમાં આવેલા પ્રચંડ 7.1ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 8.8 કિલોમીટર નીચે રહ્યું હતું. જેથી મિયાઝાકી, કોચી અને ઈહિમે શહેરમાં સુનામીની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ પર તંત્રની નજર છે. ક્યૂશુના મિયાઝાકી દરિયામાં 20 સેન્ટીમીટર ઉંચી લહેરો ઉઠી હતી. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર નિચિનાનથી 20 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં 25 કિલમીટરની ઊંડાઈએ હતું.
જાપાનમાં પહેલાં આવેલા ભૂકંપમાં 318 લોકોનાં મોત
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એક જાન્યુઆરીએ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમાં 318 લોકોનાં કરૂણ મોત થયા હતા. તેમજ 1300 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈશિકાવામાં ભૂકંપને લીધે અનેક સ્થળે આગ લાગવાના બનાવ બન્યા હતા. આમાં 200 ઈમારતો સળગીને રાખ થઈ હતી. હવે ફરીથી આ પ્રકારનો ભૂકંપને લીધે લોકો ડરી રહ્યા છે.


