- વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રોપતિ જો બાઈડેન દ્વારા કરાયું સ્ટેટ ડિનરનું આયોજન
- અમેરિકા દ્વારા માત્ર તેના નજીકના સહયોગીઓને અપાય છે આમંત્રણ
- જેમી ડિમન, ટીમ કુક, જેફ બેજોસ, ડેવિડ મેકકોલ, પોલ સાયમન રહ્યા હાજર
Japan PM USA Visit: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે સાથે ટિમ કુક અને જેફ બેજોસને આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન સ્ટાર ટ્રેકની સાથે સાથે અન્ય મુદ્દાઓને લઈને પર વાતચીત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમેરિકાની સાથે જાપાનના સંબંધો આ રીતે જ સારા રહેશે. આ દરમિયાન, વેપાર, રમતગમત અને રાજકારણ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ આ દરમિયાન અંગ્રેજીમાં વાત કરીને ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણે આ જ રીતે સાથે ચાલતા રહીશું.
આ મહેમાનોને આપાયું હતું આમંત્રણ
આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેન અને જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એકસાથે રહેવાની વાત પણ કરી હતી. આ દરમિયાન હિલેરી ક્લિન્ટન, ડી નીરો, જાપાનના પોપ જોડી યોઆસોબી, જેપી મોર્ગન ચેજના CEO જેમી ડિમન, એપલના CEO ટિમ કુક અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ, શોન ફેન, યુનાઈટેડ સ્ટીલવર્કર્સના અધ્યક્ષ ડેવિડ મેકકોલ પણ હાજર રહ્યા હતા. કિશિદાએ કહ્યું કે હું એક સાથે આટલા બધા અમેરિકન અને જાપાનીઝ મહેમાનોની સામે અવાચક થઈ ગયો છું.
જણાવી દઈએ કે, વ્હાઇટ હાઉસમાં રાજકીય ભોજન કાર્યક્રમ એક પ્રકારનું રાજકીય સન્માન હોય છે, જે અમેરિકા દ્વારા માત્ર તેના નજીકના સહયોગીઓને આપવામાં આવે છે. સાયમને આ દરમિયાન ગિટાર પર પોતાના બે હિટ ગીતો ‘ગ્રેસલેન્ડ’ અને ‘સ્લિપ સ્લિડિન અવે’ પણ રજૂ કર્યા હતા. ડ્રાય-એજ્ડ રિબ આઈ સ્ટેક, ચેરી બ્લોસમ્સ અને પોલ સાયમનનું સંગીત પણ કાર્યક્રમનું આકર્ષણ રહ્યા.
તો, રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે સાયમન જીલ બાઈડેનના ફેવરિટ કલાકાર છે, તેથી જ તેમણે કિશિદા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે પ્રધાનમંત્રી કિશિદાએ પણ સાયમનના સંગીતના વખાણ કર્યા હતા.
5 દેશોમાં કરી ચૂક્યા છે રાજકીય ભોજન
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા પાંચમા વૈશ્વિક નેતા છે જેમણે ફ્રાંસ, દક્ષિણ કોરિયા, ભારત અને ઓસ્ટ્રેલીયાના સમકક્ષો બાદ બાઈડેનના સ્ટેટ ડિનરમાં સન્માનિત કરવામાં આવ્યા.


