- જાપાન વસ્તીના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે
- યુવાનોના લગ્ન અને જન્મદરમાં ઘટાડો થતા વસ્તીની ખાઈ સર્જાઈ
- જાપાનમાં વિદેશીઓની વસ્તીમાં ધરખમ વધારો
જાપાન સરકાર તરફથી જાહેર કરાયેલા નવા આંકડાઓ અનુસાર દેશની કુલ વસ્તીમાં સતત 15મા વર્ષે પણ ઘટાજો નોંધાયો છે. આંકડાઓ અનુસાર, વસ્તી પાંચ લાખથી વધુ ઘટી ગઈ છે. કારણ કે વસ્તીમાં વૃદ્ધ વ્યકિતઓની સંખ્યા સૌથી વધુ છે. આ ઉપરાંત જન્મદર ઓછો થયો છે. ગત વર્ષે જાપાનમાં સૌથી ઓછા માત્ર સાત લાખ 30 હજાર બાળકોનો જન્મ થયો હતો. જ્યારે આ સમયગાળામાં 15.8 લાખ લોકોનાં મોત થયા હતા. આંકડાઓ અનુસાર પહેલી જાન્યુઆરીએ જાપાનની કુલ વસ્તી 12.49 કરોડ હતી.
જાપાનમાં વિદેશી વસ્તી વધારો થશે
જાપાનના આંતરિક મામલાના મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે વિદેશી નિવાસીઓની સંખ્યામાં 11 ટકાના વધારા સાથે પ્રથમવાર દેશમાં તેઓની વસ્તી 30 લાખથી વધુ થઈ છે. વિદેશી મૂળના લોકોની દેશની વસ્તીમાં ભાગીદારી ત્રણ ટકા થઈ ગઈ છે. અને આમાંથી મોટાભાગનાની ઉંમર 15થી 64 વર્ષની વચ્ચે છે. જે કામ કરે તેવી ઉંમરના છે. સરવેમાં યુવાન જાપાની લગ્ન કરવા અથવા બાળકો પેદા કરવાના પ્રત્યે નિરુસ્તાહ છે. કારણ કે, નોકરીઓની ઓછી તકો અને જીવનધોરણનો વધતો ખર્ચ, લિંગ ભેદ, કોર્પોરેટ કાર્યશૈલી જેવા ઘણા મુદ્દાઓને લીધે યુવાન જાપાનીઓ લગ્નથી અળગા રહેતા હોય છે. આ ઉપરાંત યુવતીઓ પણ લગ્ન નથી કરતી અથવા આ બધાથી તેઓ દૂર રહેવા માંગે છે. જેના લીધે જાપાનમાં બાળકોના વસ્તી વધી નથી રહી. જેના કારણે અહીંની સરકારની ઊંધ ઊડી ગઈ છે.
સરકારે લીધા પગલાં
જાપાનની સરકારે વર્ષ-2024ના બજેટમાં યુવા દંપતીઓને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા 34 અબજ અમેરિકી ડોલરની જોગવાઈ કરી છે. રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે, વર્ષ-2027 સુધી જાપાનની વસ્તી આશરે 30 ટકા ઘટીને 8.7 કરોડ રહી જશે. આ સમયે દર 10માંથી ચાર વ્યકિત 65 વર્ષ અથવા એનાથી વધુ ઉંમરની હશે.


