- જાપાન ચંદ્રમા પર પહોંચનાર પાંચમો દેશ બન્યો
- અગાઉ ભારત, અમેરિકા, રશિયા, ચીન ચંદ્ર પર પહોંચવા સફળ રહ્યા છે
- ગયા વર્ષે ઈસરોનું ચંદ્રયાને-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરાણ કર્યું હતું
જાપાન દેશનું અવકાશ યાન મૂન સ્નાઈપર ચંદ્રમાની સપાટી પર સફળ ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. આની સાથે જાપાન ચંદ્ર પર સફળતાથી સ્પેસક્રાફટ મોકલનાર પાંચમો દેશ બની ગયો છે. આ અગાઉ ભારત, રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે. જાપાન દેશની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે લેન્ડિંગ માટે તેને 6000X4000નો વિસ્તાર શોધી કાઢયો હતો. જાપાનની સ્પેસ એજન્સી અનુસાર આ વિસ્તારમાં પોતાના ટચૂકડા મૂન મિશનને લેન્ડિંગ કરાવ્યું હતું. એજન્સીનું ટાર્ગેટ સ્પેસક્રાફટના લેન્ડિંગને શોધી કાઢવામાં આવેલા વિસ્તારમાં સફળતાથી ઉતરાણ કરાવવાનો હતો.
ગત સપ્ટેમ્બરે લોંચ થયું હતું સ્પેસ ક્રાફટ
ઉલ્લેખનીય છે કે, મૂન સ્નાઈપરને જાપાનની JAXA, નાસા અને યુરોપિયન એજન્સીએ મળીને તૈયાર કર્યો છે. ગત વર્ષના સપ્ટેમ્બરમાં જાપાને તાંગેશિમા સ્પેસ સેન્ટરના યોશીનોબૂ કોમ્પલેક્સથી સ્પેસ ક્રાફ્ટ ચંદ્રમા પર જવા રવાના કર્યું હતું. આ મિશનમાં જાપાનને 831 કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ આવ્યો હતો.
ઈમેજ પ્રોસેસિંગ ટૅક્નોલૉજીથી સજ્જ સ્પેસક્રાફ્ટ
જાપાને પોતાના સ્પેસ ક્રાફટ જે વિસ્તારમાં ઉતાર્યું છે તે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં આવેલુ છે. અહીં સૌથી વધુ અંધારું હોય છે. આ સાઈટનું નામ શિયોલી ક્રેટર છે. એજન્સી અનુસાર તેનું સ્પેસક્રાફ્ચ એક એડવાંસ ઓપ્ટિકલ અને ઈમેજ પ્રોસેસિંગ ટૅક્નોલૉજીથી સજ્જ છે.
પ્લાઝમા હવાની તપાસ કરશે
જાપાને ચંદ્રમા પર મોકલેલા સ્પસક્રાફ્ટમાં એક્સ-રે અને સ્પેકટ્રોસ્ટકોપી પણ છે. આ ચંદ્રની ચારેબાજુ ચક્કર લગાવશએ અને ત્યાં ચાલતી પ્લાઝમા હવાની તપાસ કરશે. આ સિવાય આ ચંદ્રની સપાટી પર રહેલા ઓલિવીન પત્થરની પણ તપાસ કરશે. આનાથી બ્રહ્માંડમાં રહેલા તારા અને ગેલેક્સીની જાણકારી મેળવવામાં મદદ મળશે.
મહત્ત્વનું છે કે ગત વર્ષે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ને સફળતાથી ઉતરાણ કરાવીને ઈતિહાસ રચ્યો હતો. ઉપરાંચ રશિયાએ પણ લુના-25 મૂન મિશન લોંચ કર્યું હતું જે નિષ્ફળ ગયું હતું.


