- માંગ સર્જાય તો 2026માં પ્રોડકશન ભારતમાં જ શરુ કરશે
- ઓલા અને ઉબેર ટેક્સીની જેમ જ આ પ્રકારની ટેક્સી ચાલશે
- ભારતીય સીમા પર સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે
ગ્લોબલ ટ્રેડ શોમાં દેશ-વિદેશના અનોખા પ્રદર્શનો થઇ રહ્યાં છે. જેમાં જાપાનની હવામાં ઉડતી ટેક્સી આકર્ષણનું કેન્દ્ર બની છે. વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ નિર્માણ કર્યુ છે. આ જ વર્ષે ભારતમાં જાપાનીઝ કંપની ટેસ્ટિંગ કરશે. તથા માંગ સર્જાય તો 2026માં પ્રોડકશન ભારતમાં જ શરુ કરશે.
ઓલા અને ઉબેર ટેક્સીની જેમ જ આ પ્રકારની ટેક્સી ચાલશે
ઓલા અને ઉબેર ટેક્સીની જેમ જ આ પ્રકારની ટેક્સી ચાલશે. તેમજ રેડ સીમાં જહાજો રક્ષા માતંગી કરશે. તેમાં રેડ સી સહિત દરિયામાં જહાજો પર વધી રહેલા હુમલા ભારતીય નેવીની માતંગી બોટ અટકાવશે. ભારતીય નેવી માટે માનવરહિત બોટ બનાવવામાં આવી છે. આ બોટ મિસાઈલ અને હથિયારોથી સજજ રહેશે. તથા સેટેલાઈટથી આ માનવ રહિત બોટનું સંચાલન કરી શકાશે. માનવ રહિત બોટનું સક્સેસ ફુલ ટેસ્ટીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ચાઇના બોર્ડર હવે વધુ સલામત બનશે
ચાઇના બોર્ડર હવે વધુ સલામત બનશે. જેમાં ભારતીય સીમા પર સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે. તેમાં AI ટેકનોલોજી વાળી સર્વેલન્સ સિસ્ટમ ટુંક સમયમાં ભારતને મળશે. હાલ ગુજરાત સરકાર આ સિસ્ટમનો ઉપયોગ દરિયાકાંઠે કરી રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં “ પ્રચંડ હેલિકોપ્ટર” મૂકવામાં આવ્યું છે. જેમાં પ્રચંડ એક લડાકુ હેલિકોપ્ટર છે જે મિસાઇલ અને રોકેટ ધરાવે છે. હિંદુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા પ્રચંડ હેલિકોપ્ટર બનાવાય છે. પ્રચંડ હેલિકોપ્ટરની અનેક વિશેષતાઓ છે. ભારતીય વાયુ સેના અને ઈન્ડિયન આર્મી પ્રચંડ હેલિકોપ્ટર ધરાવે છે. 15 પ્રચંડ હેલીકોપ્ટર ભારત દેશ પાસે છે. હેલિકોપ્ટરની આગળ આપેલ ગન પાઇલોટના ડાયરેક્શન પ્રમાણે ચાલે છે. પ્રચંડ હેલિકોપ્ટર 6 હાજર 500 કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે.


