વિઝડને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરના નામની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટરો સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહને વર્ષ 2024 માટે આ સન્માન આપવામાં આવ્યું છે. જ્યારે T20 માં આ સન્માન વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર નિકોલસ પૂરનને આપવામાં આવ્યું છે.
આજે ક્રિકેટની દુનિયામાં જસપ્રીત બુમરાહને કોઈ પરિચયની જરૂર નથી. ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ અત્યાર સુધીમાં 45 ટેસ્ટ મેચોમાં 19.40 ની એવરેજથી 204 વિકેટ લીધી છે. તેને 89 વનડેમાં 149 વિકેટ લીધી છે. T20 ની વાત કરીએ તો, તેને કુલ 70 મેચ રમી છે અને 297 વિકેટ લીધી છે.
સ્મૃતિ મંધાનાએ 2024માં તમામ ફોર્મેટમાં બનાવ્યા 1600થી વધુ રન
તમને જણાવી દઈએ કે સ્મૃતિ મંધાનાએ આ એવોર્ડ બીજી વખત જીત્યો છે. આ પહેલા, તે 2018 માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પણ રહી હતી. સ્મૃતિ મંધાનાએ 2024માં તમામ ફોર્મેટમાં 1600થી વધુ રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાને વિઝડન દ્વારા વિશ્વની બેસ્ટ મહિલા ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, તેને 2024માં તમામ ફોર્મેટમાં 1659 રન બનાવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં કોઈ મહિલા ખેલાડી દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે.
નિકોલસ પૂરનનો રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર નિકોલસ પૂરનની વાત કરીએ તો, તેને 2024માં T20માં 142ના સ્ટ્રાઈક રેટથી 464 રન બનાવ્યા હતા. 2024માં તેને 21 મેચોમાં 464 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેની એવરેજ 25 અને સ્ટ્રાઈક રેટ 142 હતી.
પાંચ બેસ્ટ ક્રિકેટરોમાં કોની પસંદગી થઈ?
આ ત્રણ ખેલાડીઓ સિવાય વિઝડને પાંચ બેસ્ટ ક્રિકેટરોની પસંદગી કરી છે. આમાં ગુસ એટકિન્સન, લિયામ ડોસન, સોફી એક્લેસ્ટોન, જેમી સ્મિથ અને ડેન વોરલનો સમાવેશ થાય છે.
વિઝડન એવોર્ડ શું છે?
વિઝડન એવોર્ડ્સ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંનો એક છે. તે દર વર્ષે વિઝડન ક્રિકેટર્સ અલમનેક દ્વારા આપવામાં આવે છે, જે ક્રિકેટ વિશેનું એક વાર્ષિક પ્રકાશન છે. આ એવોર્ડ ક્રિકેટમાં સૌથી શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવે છે.


