- ICC પ્લેયર ઓફ ધ મંથ માટે 3 નામ નોટિનેટ
- જસપ્રીત બુમરાહનું નામ નોમિનેટ
- ક્વિંટન ડી કોક અને રચિન રવિન્દ્રનું નામ પણ નોટિનેટ
વર્લ્ડકપમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર શાનદાર ફોર્મમાં છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડકપની 8 મેચમાં 68.75ની એવરેજથી 550 રન બનાવ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ક્વિન્ટન ડી કોક અત્યારે ટોપ પર છે.
વર્લ્ડકપમાં આ ખેલાડીઓનું આવું રહ્યું પ્રદર્શન
સાથે જ ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. રચિન રવિન્દ્રએ 8 મેચમાં 74.71ની એવરેજથી 523 રન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્લ્ડકપની 8 મેચમાં 15.43ની એવરેજથી 15 ખેલાડીઓને આઉટ કર્યા છે. જો કે, હવે આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે મહિનાના બીજા સોમવારે ICC એકેડમીમાં વોટિંગ કરવામાં આવશે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે, ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે કયા ખેલાડીની પસંદગી થાય છે.
ભારત અને સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચ્યું
વર્લ્ડકપમાં રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમ પાસે 8 મેચમાં 16 પોઈન્ટ છે. આ ટીમે તમામ 8 મેચમાં જીત મેળવી છે. સાથે સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઇનલ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ છે. સાઉથ આફ્રિકાએ 8 મેચ રમી છે, જેમાં તેણે 6 જીતી છે, જ્યારે 2 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર છે.