- ભારત અને ન્યુઝૂીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ
- આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
- નોકઆઉટ મેચમાં ભારત કરતા ન્યુઝીલેન્ડનું પલડું ભારે
ODI વર્લ્ડકપ 2023માં પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું છે. પરંતુ જ્યારે વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે સેમી ફાઈનલ મેચની વાત આવે છે, ત્યારે ન્યુઝીલેન્ડ ટીમ ઈન્ડિયા પર સહેજ ઉપરી હોય તેવું લાગે છે. પરંતુ આ વખતે ભારતીય ટીમ બેટિંગથી લઈને બોલિંગ સુધી ઘણી મજબૂત દેખાઈ રહી છે, જેના કારણે કિવી ટીમનું ટેન્શન પણ વધવા લાગ્યું છે.
1. મોહમ્મદ શમી
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. શમીને ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાં ટીમની બહાર બેસવું પડ્યું હતું પરંતુ બાદમાં હાર્દિક પંડ્યાની ઈજાને કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે બાદ શમીની ખતરનાક બોલિંગ જોવા મળી હતી. અત્યાર સુધી શમીએ ટૂર્નામેન્ટમાં 16 વિકેટ પોતાના નામે કરી છે અને આ દરમિયાન તેણે બે વખત 5-5 વિકેટ લીધી છે. જો ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ODI ક્રિકેટમાં શમીના પ્રદર્શન પર નજર કરીએ તો શમીએ કિવી ટીમ સામે 13 મેચ રમીને 30 વિકેટ પોતાના નામે કરી લીધી છે.
2. કુલદીપ યાદવ
કુલદીપ યાદવ ન્યૂઝીલેન્ડ સામે ODI ક્રિકેટમાં બીજા સૌથી સફળ ભારતીય બોલર છે. કુલદીપે કીવી ટીમ સામે 10 વનડે મેચ રમીને 19 વિકેટ પોતાના નામે કરી લીધી છે. કુલદીપ વર્લ્ડકપ 2023માં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. કુલદીપે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 14 વિકેટ પોતાના નામે કરી છે.
3. જસપ્રીત બુમરાહ
વર્લ્ડ કપ 2023માં જસપ્રીત બુમરાહ ઘણો ખતરનાક દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં બુમરાહે ટૂર્નામેન્ટમાં 17 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય બુમરાહ ન્યુઝીલેન્ડ સામે પણ ઘણો ઉપયોગી સાબિત થાય છે. બુમરાહે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે 12 વનડે મેચ રમી છે જેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. આ રીતે ફરી એકવાર બુમરાહ કિવી ટીમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.


