- નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોય તેમને સ્વીકારો
- સમાજના આગેવાનને પાડે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય
- સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો
જામકંડોરણા લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નઉત્સવમાં જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને માર્મિક ભાસામા ઠપકો આપ્યો છે. જામકંડોરણા સમૂહલગ્નમાં સમાજને લઈ જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો.
સમાજના આગેવાનને પાડે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય
સમાજના આગેવાનને પાડે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો. સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી. સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છુ. ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોય જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સમાજના 80 ટકા લોકો મુશ્કેલીમાં છે.
નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોય તેમને સ્વીકારો
સમાજની મુશ્કેલી છે એક રહેવા માટે હાકલ કરવી છે. લેઉવા પટેલ સમાજની કમજોરી છે સમાજનો વ્યક્તિ આગળ આવે તો તેને પાડી ના દેવાય. નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોય તેમને સ્વીકારો. અમે કોઈ દિવસ સમાજને વચ્ચે રાખ્યું નથી. સમાજની વાત આવે એટલે અમે રાજકારણ એક બાજુ મૂકી દીધું છે સમાજ પહેલા પછી રાજકારણ. લાડકડી દીકરીના આઠમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાનું તોફાની પ્રવચન સામે આવ્યું છે.


