- મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ જેલમાં છે
- પીડિતો દ્વારા જયસુખ પટેલને જામીન આપવાનો ઇનકાર હતો
- મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135ના મોત થયા હતા
મોરબી બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. જેમાં HCએ આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી છે. તેમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ જેલમાં છે. પીડિતો દ્વારા જયસુખ પટેલને જામીન આપવાનો ઇનકાર હતો. તથા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135ના મોત થયા હતા. કેસની ગંભીરતાને આધારે જામીન અરજી રિકજેક્ટ કરી છે. SITના રિપોર્ટની જામીન અરજીના ચુકાદામાં કોર્ટે નોંધ લીધી છે. તેથી કેસની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય તેમ જણાવ્યું છે.
જયસુખ પટેલની જામીન અરજીના મામલે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી ફગાવી
મોરબી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની જામીન અરજીના મામલે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી ફગાવી છે. ત્યારે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે જયસુખ પટેલ જેલમાં કેદ છે. પીડિતો દ્વારા જયસુખ પટેલને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. તથા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 ના મોત થયા હતા. ત્યારે જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ. કેસની ટ્રાયલ લાંબી હોવાથી જામીન આપવા સરકારે કોર્ટમાં સહમતી આપતા પીડિતોએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું


