- રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા
- અત્યાર સુધી કંપનીના કામે બહાર હોવાનું રાજીવ મોદીએ જણાવ્યું
- SITનાં વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ રહી છે
દુષ્કર્મની ફરિયાદ બાદ કેડીલાના CMD રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા છે. જેમાં રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કેસમાં JCPએ ખુલાસા કર્યા છે. તેમાં ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે. તથા રાજીવ મોદીએ પોતાના પર લાગેલા આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા છે.
અત્યાર સુધી કંપનીના કામે બહાર હોવાનું રાજીવ મોદીએ જણાવ્યું
બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં પૂછપરછ કરાઈ છે. તેમજ સમગ્ર મામલે સેક્ટર 1 JCP ચિરાગ કોરડીયાનું નિવેદન સામે આવ્યું છે . તેમાં JCP ચિરાગ કોરડીયાએ જણાવ્યું છે કે રાજીવ મોદીને 2 નોટિસ આપ્યા બાદ હાજર થયા છે. તેમાં સોલા પોલીસ મથકમાં તેના વકીલ સાથે હાજર થયા છે. સવારે 7.45 વાગ્યે સોલા પોલીસ મથક હાજર થયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. તથા SITનાં વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ રહી છે. અત્યાર સુધી કંપનીના કામે બહાર હોવાનું રાજીવ મોદીએ જણાવ્યું છે.
ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘુંટાતુ જઈ રહી છે
કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘુંટાતુ જઈ રહી છે. કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતીના ગુમ થવાનું રહસ્ય સામે આવ્યું છે. આ યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. ડરના માર્યે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જોકે, બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તો બીજી તરફ, કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ પકડથી હજુ પણ દૂર છે. ત્યારે આજે દુષ્કર્મ કેસમાં કેડીલાના CMD રાજીવ મોદી નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


