પાકિસ્તાનમાં આતંકવાદીઓ સ્થાયી થયા છે તે કોઇ છુપી વાત નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ આ મામલે નિવેદન આપ્યુ છે. આ નિવેદન પરથી એ સ્પષ્ટ થાય છે કે, અમેરિકાએ પણ સ્વીકાર્યુ છે કે પાકિસ્તાનમાં આતંકીઓ છે. અમેરિકાએ આશા વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, પાકિસ્તાન ભારતને સહયોગ આપી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓને પકડવામાં મદદ કરશે. અને સાથે જ ભારતને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.
પાકિસ્તાન સહયોગ કરે, ભારત સંયમ રાખેઃ જેડી વાન્સ
જેડી વાન્સે જણાવ્યુ હતુ કે, તેમને આશા છે કે પાકિસ્તાન આતંકી સામે કડક પગલા લેશે અને ભારતને સહયોગ આપી આતંકીઓનો ખાત્મો કરશે. તો સાથે જ ભારતને અપીલ કરતા કહ્યુ હતુ કે, હિન્દુઓના નરસંહાર મામલે ક્ષેત્રીય સંઘર્ષને વધવા ન દે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ પાકિસ્તાનની જવાબદારી છે કે ભારતને સહયોગ આપીને પાડોશી ધર્મ નિભાવીને આતંકીઓનો ખાત્મો કરવો જોઇએ. આતંકીઓને પકડવા અને સજા આપવા માટે દેશમાં એકતા હોવી જરુરી છે. તો આ તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ આતંકવાદની નિંદા કરી હતી અને ઇશારામાં પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી હતી.
શાંતિપૂર્ણ વાતાવરણ જરુરીઃ અમેરિકા
અમેરિકા માટે ભારત એક મહત્વપૂર્ણ હિસ્સો છે. ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકાને ભારતની જરુર છે. વર્ષ 2021માં અફગાનિસ્તાનથી અમેરિકા સેની સેનાની વાપસી બાદ પાકિસ્તાનનું મહત્વ ઓછુ થયું છે. પરંતુ તે હજુ સુધી અમેરિકાનું સહયોગી બન્યુ છે. અમેરિકા ભારત અને પાકિસ્તાનને એકસાથે રહેવા માટે અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તો આ તરફ, આતંકી હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યુ છે. તો આ તરફ આરોપોનો અસ્વીકાર કરીને પાકિસ્તાને નિષ્પક્ષ તપાસ કરવા માટે જણાવ્યુ છે.
અમેરિકા અને ભારત વચ્ચે વાતચીત
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યુ છે કે, તેઓ ભારત-પાકિસ્તાન એમ બંને દેશના સંપર્કમાં છે. અમેરિકી વિદેશી મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. અને સાથે જ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફને પણ ફોન કર્યો હતો. પરંતુ આ તરફ ભારતે પાકિસ્તાને સબક શિખવવા માટે આકરું વલણ અપનાવ્યુ છે.


