- અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અઢી કરોડ શેરનું વેચાણ કરી તગડી રકમ કમાશે
- બેઝોસે અમેરિકી સ્ટોક એક્સચેંજને આ શેર વેચાણ અંગેની જાણકારી આપી
- અમેઝોનના શેર હાલ પોતાના રેકોર્ડ સ્તરે હાઈ હોવાથી બેઝોસે શેર વેચવા કાઢયા
વિશ્વના બીજા નંબરના ધનિક શખ્સ અને અમેઝોનના સ્થાપક એવા જેફ બેઝોસની કમાણીમાં તોતિંગ વધારો થવાનો છે. તેઓના બેંકના ખાતામાં એકજ ઝાટકે 41 હજાર કરોડ રૂપિયા જમા થવાના છે. આવું એટલા માટે કારણ કે અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ આ મહિને અઢી કરોડ શેરનું વેચાણ કરશે. આ વેચાણથી તેઓને પાંચ અબજ ડોલર અથવા 41,748 રૂપિયાથી વધુની કમાણી થવાની થશે. અમેઝોનના શેર હાલ પોતાના રેકોર્ડ સ્તરે હાઈ છે. અમેઝોનની તરફથી અમેરિકી સ્ટોક એક્સચેંજને આ શેર વેચાણ અંગેની જાણકારી આપી છે.
અગાઉ ફેબ્રુઆરીમાં તેઓએ 9 દિવસમાં 8.4 અબજ ડોલરના શેરનું વેચાણ કર્યું હતું. વર્ષ-2021 પછી આ પ્રથમ વખત જેફ બેઝોસે શેર વેચ્યા હતા.
તગડી કમાણી થશે
તાજેતરના વેચાણ પછી, આ વર્ષે તેઓના દ્વારા વેચવામાં આવેલા શેરમાંથી કમાણીનો આંકડો 13.5 અબજ ડોલર થશે. આ વેચાણ પછી તેની પાસે એમેઝોનના 9.12 કરોડ શેર બચશે. આ એમેઝોનમાં તેમના 8.8 ટકા હિસ્સાની બરાબર હશે. એમેઝોન હાલમાં 221.6 બિલિયન ડોલર સાથે વિશ્વની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. એમેઝોન ઉપરાંત, તે વોશિંગ્ટન પોસ્ટ અને સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનનો પણ માલિક છે.
એમેઝોનના શેર રેકોર્ડ હાઈ પર
એમેઝોનના શેર 2 જુલાઈના રોજ 200 ડોલરના તેના સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. 1997માં કંપની લિસ્ટ થયા બાદ આ સૌથી ઉંચુ સ્તર હતું. જો કે, હાલમાં આ સ્ટોક 1.21 ટકાના ઘટાડા સાથે 197.59 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ વર્ષે કંપનીના શેરમાં 32 ટકાનો વધારો થયો છે.
જેફ બેઝોસ પણ ઘર બદલી રહ્યા છે
જેફ બેઝોસ પણ પોતાનું ઘર બદલી રહ્યા છે. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં જ કહ્યું હતું કે તે પોતાનું ઘર સિએટલ વિસ્તારથી મિયામીમાં શિફ્ટ કરી રહ્યો છે. ખરેખર, વોશિંગ્ટન રાજ્યમાં 7 ટકા કેપિટલ ગેઈન્સ ટેક્સ છે. તે જ સમયે, ફ્લોરિડામાં આવો કોઈ ટેક્સ નથી. બેઝોસ પોતાનું સરનામું બદલીને મોટા પાયે ટેક્સ બચાવી શકે છે.


