By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈસુ મસીહા દરેકનું ભલું ઇચ્છતા હતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઈસુ મસીહા દરેકનું ભલું ઇચ્છતા હતા

Last updated: 2025/04/10 at 6:52 AM
12 months ago
Share
ઈસુ મસીહા દરેકનું ભલું ઇચ્છતા હતા
SHARE

ઈસુને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા, જ્યાં તેમણે ઊંચા સ્વરે કહ્યું, `હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું. હે પિતા, આમને ક્ષમા કરજો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે.’

દર વર્ષે ઈસાઈ સમુદાય પ્રભુ ઈસા મસીહાના ક્રોસ પર બલિદાનની વર્ષગાંઠને ગૂડ ફ્રાઈડે અથવા શુભ શુક્રવાર તરીકે મનાવે છે. ગૂડ ફ્રાઈડેના 40 દિવસ પહેલાં ઉપવાસ, ઈસ વચનનું પઠન, ત્યાગ તથા તપસ્યા કરવામાં આવે છે.

ભગવાન ઈસુના યેરુસલેમમાં વિજયી પ્રવેશને ખજૂર રવિવાર તરીકે મનાવવામાં આવે છે, કારણ કે લોકોએ ઈસુના સ્વાગત માટે ખજૂરની ડાળખીઓ તથા વસ્ત્ર તેમના ચાલવાના રસ્તા પર પાથરી દીધાં હતાં. ખજૂર રવિવારથી પવિત્ર અઠવાડિયાની શરૂઆત થાય છે જે પ્રભુના પુનર્જીવિત થવાના પાવન દિવસ ઈસ્ટર સન્ડે સુધી ચાલે છે.

ખજૂર રવિવાર પછી આવનારો ગુરુવાર `પવિત્ર ગુરુવાર’ કહેવાય છે. આ દિવસે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સાથે ભોજન કરતી વખતે તેમને આજ્ઞા આપી હતી કે, `તમે એકબીજાને પ્રેમ કરો, જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે. જો તમે પરસ્પર પ્રેમ રાખશો તો તેનાથી જ બધાં જાણશે કે તમે મારા પ્રિય શિષ્ય છો.’ આટલું કહી ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને વિનમ્રતાનું ઉદાહરણ પણ રજૂ કર્યું.

ત્યારબાદ પ્રભુ ઈસુને ક્રોસ પર લટકાવવાની ઘટનાનો મહાન દિવસ ગૂડ ફ્રાઈડે આવે છે. પ્રભુના જીવનનું અધ્યયન કરનારા તથા બાઈબલની શિક્ષાઓના જાણકારોના મતે સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને પ્રભુના મૃત્યુ સુધીની બધી જ ઘટનાઓ શુક્રવારે જ બની હતી. જેમ કે, સૃષ્ટિ પર પહેલા મનુષ્યનો જન્મ શુક્રવારે થયો, પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાને કારણે આદમ તથા હવ્વાને શુક્રવારના દિવસે જ અદન વાટિકામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં. પ્રભુ ઈસુની શુક્રવારના દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી. દૈતૂન પર્વત પર છેલ્લી પ્રાર્થના પ્રભુએ શુક્રવારે જ કરી હતી. પ્રભુ ઈસુ પર શુક્રવારે જ કેસ (મુકદ્દમો) ચલાવવામાં આવ્યો હતો.

પ્રજાની આંખે પાટા

ઈસુએ પોતાને પરમપિતાના પુત્ર તેમજ ઈશ્વરીય રાજ્યના ઉત્તરાધિકારી ગણાવ્યા, જેથી ધર્માધિકારીઓને તેમના વિરુદ્ધ ખોટી વાયકાઓ ફેલાવવાનું બહાનું મળી ગયું. એક તરફ રાજકીય વહીવટ સાથે સંકળાયેલી ભોળી પ્રજા પર પોતાનું રાજ કરતા આગેવાનો પ્રભુ ઈસુ પર રોષે ભરાયા હતા. તો બીજી તરફ આ પ્રજા પણ ઈસુને દંભી માનતી હતી. તે સમયે જેરુસલેમ શહેર રોમન સામ્રાજ્યની સત્તા હેઠળ હતું. સત્તા છૂટી જવાની બીકે પોતાનાં કરતૂતો ખુલ્લાં પડી જવાના ભયે પાખંડી વિરોધીઓએ ઈસુના શિષ્ય સહિત લાલચ આપીને કેટલાક માણસોને ઈસુ વિરુદ્ધ મહોરાં બનાવ્યાં. આ મહોરાંઓએ ઈસુને સત્તાલાલચી ઠેરવવાના આરોપમાં ધર્માધિકારીઓને મદદ કરી. રોમન સૂબા સમક્ષ ઈસુ પર મનફાવે તેવા આક્ષેપ થયા. અંતે ઈસુને જાહેરમાં વધસ્તંભ પર લટકાવીને દેહાંતદંડની સજા કરવામાં આવી.

પ્રભુનું દર્દભર્યું સ્મિત

અસહ્ય શબ્દો અને કોરડાઓના મારથી ઉઝરડા પડેલા શરીરને દોરડાથી બાંધી, માથા પર કાંટાળો તાજ માથું ટેકવવા દેતો નહોતો. ઈસુને અર્ધનગ્ન અવસ્થામાં કોરડાનો માર મારતાં વધસ્તંભ પોતાના ખભે જ ઊંચકાવી મૃત્યુદંડની જગ્યા સુધી ખેંચી લાવવામાં આવ્યા. મૃત્યુનો તમાશો જોવા એકઠી થયેલી પ્રજામાંથી કોઈએ ત્યારે ઈસુને એક પ્યાલો પાણી પણ ન ધર્યું. લોકો સામે દર્દભર્યું સ્મિત અને મેદની વચ્ચે ચૂપચાપ અશ્રુ વહાવતાં શિષ્યોને આશ્વાસન આપતાં ઈસુ `ગલકથા’ નામની ટેકરી તરફ પ્રયાણ કરતા રહ્યા.

ગલકથા પર ક્રોસ ખસેડવામાં આવ્યો અને ઈસુને લટકાવાયા પછી હાથ અને પગ પર ખીલા મારીને વધસ્તંભ સાથે તેમનું માનવશરીર જડી દેવાયું ત્યારે પ્રભુના લોહીની ધારા વહેતી હતી. જોકે, પ્રભુ ઈસુ માટે તો આ દેવ સાથેનું મિલન હતું. તેમના માટે તો મરણ થઈને સજીવન થવાની આ ક્રિયા માત્ર હતી. પ્રભુ ઈસુ માનવજાતની સમસ્ત પીડાઓ, દુઃખને માથે લેતા અને પોતાનો વધ કરનારાઓને પણ ઈશ્વર સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે પોતાના પ્રાણ ત્યજે છે.

ઈસ્ટર સન્ડે

ઈસુ મસીહાના પુનર્જીવિત થવાની ઘટનાની યાદમાં દુનિયાભરમાં ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે. તેમને ક્રોસ પર ચઢાવ્યાના ત્રીજા દિવસે તેઓ પોતાની કબરમાંથી જીવિત થયા હતા. એવું કહેવાય છે કે આજે પણ તેમની કબર ખુલ્લી છે.

જીવિત થયા પછી તેમણે પોતાના શિષ્યો સાથે 40 દિવસ સુધી રહીને હજારો લોકોને દર્શન આપ્યાં. પ્રભુ ઈસુ માત્ર કોઈ એક જાતિ કે ધર્મની સ્થાપના માટે નહોતા આવ્યા, પરંતુ પ્રેમ અને સત્યનો ફેલાવો કરવા આવ્યા હતા. ઈસ્ટર અર્થાત્ ઈસુનું મરણમાંથી સજીવન થવું તે આનંદદાયક ઘટના હોવાથી તે દિવસે ઉજવણી અને ઈસુના નવજીવનની ખુશી મનાવાય છે. આ દિવસે લોકો પોતાનાં પાપ કે ભૂલનો પ્રભુ પાસે સ્વીકાર કરીને માફીની યાચના કરે છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?