જેતપુરના ખીરસરા રોડ પરથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
રૂ.પ૦૦૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર સીટી પોલીસના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા અને રાણાભાઈ વકાતરને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે જેતપુરના ખીરસરા રોડ પર તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો.
પોલીસે આરોપી દિનેશભાઈ ગાંડુભાઈ ગરચરિયા (ઉંમર ૪૭, રહે. જેતપુર, મૂળ રહે. આમદપરા, તા. ભેસાણ) ની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો (અગ્નિ શસ્ત્ર) મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં જેતપુર સીટી પો.ઇન્સ. એ.ડી. પરમાર, પો.સબ.ઇન્સ. જે.પી. મલ્હોત્રા, એ.એસ.આઇ અંકીતભાઇ બારડ, મહેશભાઇ સુવા, તેમજ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, રાણાભાઈ વકાતર અને કોન્સ્ટેબલ જૈવીકભાઇ લીંબાણી તથા લાલજીભાઇ સરકડીયા જોડાયા હતા.


