- ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફર સાથે રોકડ, દાગીનાની લૂંટ
- નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
- અજાણી વ્યક્તિએ બિસ્કીટ ખવડાવી બેભાન કરી લૂંટ
સુરતથી અમદાવાદ આવતા મુસાફરના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. જેમાં ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફર સાથે રોકડ, દાગીનાની લૂંટ થઇ છે. બસમાં અજાણી વ્યક્તિએ બિસ્કીટ ખવડાવી બેભાન કરી લૂંટ ચલાવી છે. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
અજાણી વ્યક્તિએ બિસ્કીટ ખવડાવી બેભાન કર્યો
ટ્રાવેલ્સમાં બેઠેલ મુસાફર સાથે રૂપિયા બે લાખના દાગીના સહિત રોકડની લૂંટ થઇ છે. તેમાં અજાણી વ્યક્તિએ બિસ્કીટ ખવડાવી તથા પાણી પીવડાવી બેભાન કર્યો હતો. જેમાં આ રીતે બે મહિનામા બીજી વખત આવી લૂંટની ઘટના બનતા મુસાફરોમાં ચકચાર મચી છે.
લૂંટારો રૂ.1.94 લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયો
અગાઉ સુરતના ઇચ્છાપોર ખાતે રહેતા રાજસ્થાની વેપારી અમદાવાદથી લકઝરી બસમાં સુરત પરત ફરતા હતા ત્યારે પાલેજની ન્યુ ક્ષમા હોટલ નજીક સહપ્રવાસી તેમને કેફી બિસ્કીટ ખવડાવી સોનાની ચેઇન, ત્રણ વીંટી અને રોકડા રૂ.16 હજાર મળી રૂ.1.94 લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયો હતો.
બાજુમાં બેસેલા 40 થી 45 વર્ષના અજાણ્યાએ મુસાફરી દરમિયાન વિશ્વાસમાં લીધા
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની અને સુરતમાં ઇચ્છાપોર જયરાજ સોસાયટી ઘર નં.જે/12 માં રહેતા 38 વર્ષીય વાલ્મીકભાઈ ચંદનભાઈ મહેશ્વરી ઈચ્છાપોરમાં માધવ પ્લાસ્ટીકના નામે તાડપત્રીનો વેપાર કરે છે. વાલ્મીકભાઈ અમદાવાદ ખાતે રામાપીરની બીજ ભરવા માટે ગયા હતા અને ત્યાં મણિનગર ખાતે સંબંધીને મળી રાત્રે લક્ઝરી બસમાં સુરત પરત ફરતા હતા ત્યારે બાજુમાં બેસેલા 40 થી 45 વર્ષના અજાણ્યાએ મુસાફરી દરમિયાન વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ પાલેજ નજીક ન્યુ ક્ષમા હોટલ પાસે બસ થોભી ત્યારે તે અજાણ્યાએ તેમને પારલેજી બિસ્કીટ ખવડાવતા તે બેભાન થઈ ગયા હતા. બીજા દિવસે સવારે બસ વરાછા રેશમભવનના પાર્કીંગમાં પહોંચી ત્યારે તે બેભાન મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.


