મહેસાણામાં નાયબ કાર્યપાલક ઈજનેર પોલીસના સંકજામાં ફસાયો. ટીમ ACB દ્વારા હાથ ધરાયેલ તપાસમાં ઇજનેરના બેંક લોકરમાંથી ખજાનો હાથ લાગ્યો. નાયબ કાર્યપાલક ઈજનેર ડી આર પટેલ સામે એસીબીએ 17 ટકા અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી હતી. અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં લોકરમાંથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા. જેના બાદ નાયબ કાર્યપાલક ઇજનેર સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
ઇજનેરના લોકરોમાંથી લાખોના દાગીના મળી આવ્યા
ટીમ ACBની તપાસમાં નાયબ કાર્યપાલક ઇજનેરનો ભાંડો ફૂટયો. ઇજનેરના લોકરોમાંથી લાખોના દાગીના મળી આવતા કાયદાકીયા કાર્યવાહીના સામનો કરવો પડી શકે છે. જો કે નાયબ કાર્યપાલક ઈજનેર પણ ધરપકડના ડરે સુરક્ષિત પગલું લીધું છે. ના.કા. ઇજનેર દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે તેને લઈને આજે સુનાવણી થશે. નાયબ કાર્યપાલક ઈજનેર દિલીપકુમાર પટેલના બેંક લૉકરમાંથી Team ACB એ 88.72 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. મહેસાણા કોર્ટમાં ઇજનેરને જામીન મળશે કે કેમ તેને લઈને લોકોમાં સવાલ છે.
ઇજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
નાયબ કાર્યપાલક ઈજનેર હાલમાં મહેસાણા ખાતે કામગીરી કરી રહ્યા છે. દરમિયાન એસીબીની ફરિયાદ મળી હતી કે ના.કા. ઇજનેર પાસે પગાર કરતાં વધુ મિલકત છે. જેના બાદ Team ACB દ્નારા ડી.આર. પટેલ અને તેમની પત્નીના બેન્ક લોકરોની ચકાસણી કરાઈ. બંનેના બેંક લોકર મહેસાણા હાઇવે પર આવેલી અર્બન બેંકમાં છે. ત્યાં ટીમ એસીબીના અધિકારીઓ અચાનક પહોંચી ગઈ તપાસ કરતા મોટા પ્રમાણમાં સોના-ચાંદીનાના દાગીના મળી આવ્યા. જેના બાદ નાયબ કાર્યપાલક ઇજનેર સામે રૂ.37 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Rajkot: SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ


