- રિલાયન્સની BharatGPT નામના AI પ્રોજેક્ટની તૈયારી
- BharatGPT ટેબલ પર શું હશે?
- Jio એ TV માટે OS લોન્ચ કરવાની યોજના બનાવી
આજના અત્યાધુનિક યુગમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની સૌથી વધુ ડિમાન્ડ છે. સમગ્ર વિશ્વમાં દરેક ઈન્ટરનેટ યુઝર્સ ChatGPT શબ્દ વિશે જાણે જ છે. ChatGPT ચેટબોટ અત્યારના સમયમાં સોથી વધુ ચર્ચામાં રહ્યું છે. ChatGPT યુએસ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Open-AI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. માઈક્રોસોફ્ટ કંપની દ્વારા આ કંપનીમાં રોકાણ કરાયેલું છે. ખૂબ જ ઓછા સમયગાળામાં ChatGPT સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયું.
રિલાયન્સની BharatGPT નામના AI પ્રોજેક્ટની તૈયારી
હવે, Reliance Jio, ટેલિકોમ્યુનિકેશન અને સ્ટ્રીમિંગમાં હરણફાળ ભર્યા બાદ, હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઈન્ડિયન ઈનસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે સાથે સંયુક્ત સાહસ કરીને જીઓ તેના નવા પ્રોજેક્ટ BharatGPTને લોન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે.
Jio, દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બન્યા બાદ BharatGPT નામથી AI પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ IIT Bombayના Annual Techfestમાં હાજરી આપી ત્યારે BharatGPT નામના તેના AI પ્રોજેક્ટની જાહેરાત કરી.
આકાશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, નવું AI BharatGPT કંપની માટે નવો વળાંક લાવશે, જેમાં કંપનીની તમામ શાખાઓમાં ટેક્નોલોજીનો સમાવેશ થશે. અંબાણીએ કહ્યું કે, “BharatGPT પ્રોગ્રામ શરૂ કરવા માટે અમે IIT બોમ્બે સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.”
અબજોપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમે AIને માત્ર અમારી સંસ્થામાં સર્જનાત્મકતા અને નવીનતાને નિયંત્રિત નહીં કરે. પરંતુ અમારા બાધ જ ક્ષેત્રોમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે અમે AI લોન્ચ કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ.
BharatGPT ટેબલ પર શું લાવશે?
આકાશ અંબાણીના જણાવ્યા મુજબ, Jio તેના AI પ્રોજેક્ટને તેમની કંપનીના તમામ ક્ષેત્રમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે સમાજના તમામ ક્ષેત્રોમાં વિસ્તરે છે. અંબાણીએ કહ્યું કે, આગામી 10 વર્ષ Large-Language Models અને Generative AI દ્વારા સમજાવવામાં આવશે. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત GPT અને Jioના AI ડેવલોપમેન્ટ દ્વારા, તેઓ મીડિયા ક્ષેત્ર, વાણિજ્ય, સંદેશાવ્યવહાર અને ઉપકરણોમાં નવા ગુણો વિકસાવશે.
વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે, જિયો ટેલિવિઝન માટે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, અંબાણીએ ખુલાસો કર્યો, “અમે ટીવી માટે અમારી પોતાની OS (ઓપરેટિંગ સિસ્ટમ) પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને કેવી રીતે લોન્ચ કરવું તે વિશે મોટાપાયે વિચારી રહ્યા છીએ.”
જિયો 2.0 લોન્ચ વિશે
BharatGPTના લોન્ચિંગ અંગે હજી સુધી સમય નક્કી કરવામાં નથી આવ્યો. પરંતુ એવી આશા રાખવામાં આવે છે કે, 2024 ના પહેલા કે બીજા ક્વાર્ટરમાં જિઓ દ્વારા લોન્ચની તારીખ જાહેર કરવામાં આવશે. અંબાણીએ વિસ્તૃત માહિતી આપ્યા વિના, જિયો 2.0 ના લોન્ચ વિશે એક મેસેજ પણ આપી દીધો હતો.
એવી આશા છે કે, BharatGPT ને Jio ટેલિકોમ ઉત્પાદનો માટે AI તરીકે વિકસાવવામાં આવશે, જે માનવ સંશોધનના કલાકો ઘટાડવા અને તમામ પ્લેટફોર્મ પર Jio નો ઉપયોગ કરવાનો અનુભવ સરળ બનાવવા માટે વૉઇસ કમાન્ડ અને હાવભાવ દ્વારા સક્રિય કરવામાં આવશે.
શું છે ChatGPT?
આ એક સોફ્ટવેર છે, તેનું પૂરું નામ Generative Pretrained Transformer છે. તમે તેને આધુનિક NMS (Neural network based machine learning model) પણ કહી શકો છો. આ સોફ્ટવેર તમને ગુગલની જેમ રીયલ ટાઈમ સર્ચ તો આપે જ છે, પરંતુ તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ ખૂબ જ સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં આપે છે. તે લોકોમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.
ChatGPT CEO સેમ ઓલ્ટમેન
ChatGPT એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 10 લાખ વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું છે. વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નેટફ્લિક્સને આ આંકડાને સ્પર્શવામાં 3.5 વર્ષ લાગ્યા. જ્યારે ટ્વિટરને બે વર્ષ અને ફેસબુકને 10 મહિના લાગ્યા. જ્યારે, ઇન્સ્ટાગ્રામને ત્રણ મહિના અને Spotify ને 5 મહિના લાગ્યા હતા.


