- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે
- ઘણાબધા દાન આપનાર લોકોએ બાઈડેનની પાર્ટીને દાન આપવાનું ટાળ્યું
- રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બાઈડેન સામે સવાલ ઉઠી રહ્યા છે
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેનની સમસ્યા વધતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર સૌથી મોટા બાઈડેન સમર્થક રાજકીય કાર્યવાહી સમિતિએ એ વાતની જાણકારી આપી કે જો બાઈડેન ચૂંટણી લડશે તે પાર્ટીને આશરે 90 મિલિયન ડોલરનું ફંડિગ રોકાઈ જશે. રિપોર્ટમાં એવું કહેવાયું છે કે જૂનના અંતમાં ટ્રમ્પ સાથે ડિબેટમાં બાઈડેનનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. જે બાદ દાન આપનાર ટીમ તરફથી ફંડિગ રોકી દેવાયું છે.
બાઈડેનના કંગાળ પ્રદર્શન પછી ડેમોક્રેટિક પાર્ટીમાં નિરાશા જોવા મળી રહી છે. બાઈડેન પણ માની ચુક્યા છે કે તેમની ડિબેટ ખરાબ હતી. તે બાદ તેઓ ઈન્ટરવ્યૂ અને પબ્લિક રેલી કરી રહ્યા છે પરંચુ તેઓની સામે પાર્ટીની અંદર ગુસ્સો ઓછો થતો જોવા નથી મળી રહ્યો. બાઈડેનની પાર્ટીના કેટલાક સભ્યો હવે તેમને ઉમેદવારી છોડવાનું જાહેરમાં કહીં રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ બાઈડેનની ઉમેદવારીને લઈ પરસ્પર વાતચીત કરી હતી.
બાઈડેને નિર્ણય પાર્ટી પર છોડયો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું કે તેઓના મતદાતાઓ ઉમેદવાર હટાવવા અને ઉમેદવાર તરીકે નિર્ણય રાખી શકે છે. કારણ કે પાર્ટીના નિયમો અનુસાર તેઓ આવું કરી શકે છે. જો કે ગત કેટલાક ઉદાહરણો અને ઉમેદવાર પસંદગી જોતા શક્યતા છે કે મતદાર તેઓની ઉમેદવારીનું સમર્થન કરશે. બાઈડેને નાટો સંમેલનમાં કોઈ બીજી વ્યકિતને ઉમેદવાર બનાવવા સહિત બીજી વાતો કરવામાં લોચા માર્યા હતા.
બાઈડેનની દાવેદારી પર સવાલ ઉઠી રહ્યા છે
થોડીવાર બાદ તેમને માઈક્રોફોનમાં બબડાટ કરતા કહ્યું કે એવું નથી થવાનું. બાઈડેનની ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં જોતા તેમને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવી રાખવાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. આ ચૂંટણીમાં તેઓની હરિફાઈ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી થશે. ટ્રમ્પની સાથે ડિબેટમાં તેઓ ઘણીવાર ફ્રીઝ થતા રહ્યા હતા. તેઓ ઘણા સવાલોના જવાબો બરાબર નહોતા આપી શક્યા.


