- ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
- ગાઝામાં ભયંકર ભૂખમરો અને બાળકોનાં થઈ રહ્યા છે ટપોટપ મોત
- બાઈડેને હમાસને બંધકો અંગેની વાત યાદ અપાવી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ યથાવત્ છે. સાત ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર ત્રણ જગ્યાએથી હુમલો કર્યા પછી ઈઝરાયલે આનો વળતો પ્રહાર કર્યો અને ગાઝા પર તાબડતોબ હુમલા શરૂ કરી હમાસની કમર તોડી નાખી છે. ત્યારબાદ જમીન પર હુમલા શરૂ થયા. જો કે સાત ઑક્ટોબરે ઈઝરાયલી સૈનિકોની સતત કાર્યવાહીમાં ગાઝામાં મોટી સંખ્યામં નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે. આ દરમિયાન યુદ્ધવિરામને લઈ કવાયતો શરૂ થઈ રહી છે. આ પ્રયાસો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. બાઈડેને કહ્યું કે બંધકો સાથે સંકળાયેલ ડીલ હજી અમારા હાથમાં છે.
રમઝાન મહિનામાં યુદ્ધ રોકાશે?
પાંચ મહિનાથી સતત ચાલુ હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઘણા દેશોએ સિઝ ફાયરના કરારના પ્રયાસો હાથ ધર્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનનું મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે બંધકો સાથે સંકળાયેલી ડીલ હજી હમાસના હાથમાં છે. તેમને કહ્યું કે અમને કેટલાક દિવસમાં ખબર પડી જશે કે શું હમાસ ડીલ સ્વીકારે છે કે નહીં. બાઈડેને જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધવિરામ થાય. કારણ કે કેટલાક દિવસો બાદ રમઝાન શરૂ થશે. આવામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ખૂબ ખતરનાક થઈ શકે છે.
ગાઝામાં મદદ માટે કામ કરી રહ્યા છે
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂની સાથે સંબંધોના સવાલ પર તેમને કહ્યું કે જેવા પહેલા હતા આજે પણ એવા જ છે. જો કે વચ્ચે એવી ખબરો આવી હતી કે નેતન્યાહૂ અને બાઈડેન વચ્ચે સંબંધોમાં ખટપટ થઈ છે પરંતુ બાઈડેન એવી ખબરોને ફગાવી દીધી છે. બાઈડેને કહ્યું કે ઈઝરાયલ અને અમેરિકા સાથે કામ કરી રહ્યા છે. અમે ગાઝામાં વધુ મદદ પૂરી પાડવા માટે સાથે કામ કરી રહ્યા છીએ.
યુએને પાંચ મહિના પછી હમાસ હુમલાનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો
હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં જાતીય હિંસા પર કામ કરી રહેલા યુનોના રાષ્ટ્રદૂતે સોમવારે એક નવો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં કહેવાયું છે કે હમાસે સાત ઑક્ટોબરે દક્ષિણી ઈઝરાયલમાં કરેલા હુમલામાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને તેઓની સાથે અન્ય ક્રૂર અને અમાનવીય વર્તન કરાયો હતો. નવ સભ્યોની ટીમ સાથે 29 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઈઝરાયલ અને વેસ્ટ બેંકનો પ્રવાસ કરી રાજદૂત પ્રમિલા પેટને કહ્યું કે એ માનવાનો યોગ્ય આધાર છે કે આવી હિંસા યથાવત છે અને આ રિપોર્ટ સાત ઑક્ટોબરના હુમલાના આશરે પાંચ મહિના પછી આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આશરે 1200 લોકો માર્યા ગયા છે અને આશરે 250 લોકોને હમાસે બંધક બનાવી લીધા હતા.


