- જો બાઈડેને એક કાર્યક્રમમાં કમલા હેરિસને લઈ મહત્ત્વનું આપ્યું નિવેદન
- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- તાજેતરમાં ટ્રમ્પ પર ચૂંટણી સભા દરમિયાન જીવલેણ હુમલો થયો હતો
અમેરિકામાં એક જાહેર વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિ બની છે એવું જણાવ્યું. જો કે આ નિવેદન આપવાનું તેમનું કારણ મજાક જેવી હતી. પરંતુ જે રીતે બાઈડેનને તેમના આરોગ્યને લીધે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી બહાર રહેવાની માંગ ઉઠી રહી છે. આ બાદ આ નિવેદનના ઘણા અર્થ નીકળતા રહે છે.
જો બાઈડેને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કમલા હેરિસ ઉત્તમ ડેપ્યુટી રાષ્ટ્રપતિ છે ઉપરાંત તેઓ અમેરિકાના સર્વોત્તમ રાષ્ટ્રપતિ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જો બાઈડેન રાષ્ટ્રપતિની રેસમાંથી હટી જતા હોય તો કમલા હેરિસ સૌથી પ્રબળ દાવેદાર છે. જો કે બાઈડેન વહીવટી તંત્રએ તેઓની ભૂમિકાને લઈ ઘણા સવાલ ઉઠાવતા રહે છે.
બાઈડેને ટ્રમ્પની મજાક ઉડાવી
પોતાના સંબોધન દરમિયાન જો બાઈડેને ઘણીવાર પોતાના હરિફ ટ્રમ્પ પર વાક્ પ્રહારો કર્યા હતા. તાજેતરમાં ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં જીવલેણ હુમલો થયો હતો. આનો પણ તેમને ઉલ્લેખ કર્યો હતો. આ ધરમિયાન તેમને કહ્યું કે અમેરિકાના લોકોને ચૂંટણીની અસર ઓછી કરવી જોઈએ. આ દરમિયાન બાઈડેને ટ્રમ્પના ગત કાર્યકાળની યાદ અપાવી અને કહ્યું કે તે અમેરિકાનો સોથી કાળો દિવસ હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના કેરેકટરને લઈ બાઈડેને સવાલ ઉઠાવ્યા
જો બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પના બ્લેક જોબ્સના પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રીત કરવાના લઈને મજાક ઉડાવી હતી. તેમને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી તેની પર બેરોજગારી રેકોર્ડ લઈ લગાવેલા આોપ સંપૂર્ણ રીતે ખોટા છે. બાઈડેને કહ્યું કે બ્લેક જોબ્સ વાળા રૂઢિપ્રયોગ મને ખૂબ પસંદ છે. આ આપણને એ વ્યકિતના ચરિત્ર અંગે ખૂબ જણાવે છે. જો બાઈડેને વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ એ જ વ્યકિત છે જેને બરાર ઓબામાના જન્મસ્થળ પર સવાલ ઊભા કર્યા હતા.


