- સાંધા કે ઘૂંટણમાંથી આવતો અવાજ સમસ્યાની પહેલી નિશાની
- ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવાની છે ખાસ જરૂર
- વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટવાળા ફ્રૂટ લો
ઘૂંટણ કે સાંધામાંથી આવતો કટ-કટનો અવાજ મુશ્કેલી સર્જે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ કોઈ ગંભીર સમસ્યાની શરૂઆત છે. કેટલાક લોકો એવા છે કે જેમને લાગે છે કે ઘૂંટણ ખરાબ થવાની આ પહેલી નિશાની છે. તેના કારણે તેમાંથી અવાજ આવે છે. કોઈ અન્યની સામે બેસીને, ઉઠવામાં, કે ચાલતી સમયે પણ ક્યારેક તમારા સાંધામાંથી અવાજ આવે છે તો તમે ચેતી જાઓ. આ તમારા જોઈન્ટ ખરાબ થવાનો સંકેત છે. તમે તેને ઈગ્નોર ન કરો પણ તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તમારી હેબિટમાં પણ કેટલાક ફેરફાર લાવો.
ઉંમર કે જોઈન્ટમાં કાર્ટિલેજની ખામીથી પણ આવે છે અવાજ
જો કોઈ વ્યક્તિના ઘૂંટણમાંથી અવાજ આવે છે તો દર્દ કે સોજા પણ જોવા મળે છે. આ દર્દ સામાન્ય માનવામાં આવે છે. જોઈન્ટના અંદર એક લિક્વિડ હોય છે જેને સાઈનોવિયલ ફ્લૂઈડના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગેસ હોય છે. ઘૂંટણમાંથી આવતા અવાજ પાછળ વધતી ઉંમર પણ જવાબદાર રહે છે. ખાસ કરીને ઉંમર વધે છે તો સાંધાના કાર્ટિલેજ સારી રીતે કામ કરતા નથી. અનેકવાર એવું બને છે કે ઘૂંટણમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય છે તો તેની સીધી અસર કાર્ટિલેજ પર થાય છે, તેના કારણે ઘૂંટણમાંથી અવાજ આવે છે.
કટ-કટ અવાજથી આ રીતે મેળવો રાહત
રોજ કરો કસરત
જો તમારા ઘૂંટણમાંથી અવાજ આવી રહ્યો છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે રોજ કસરત કરો. તેનાથી તમને થોડી રાહત મળશે.
ડાયટ અને લાઈફસ્ટાઈલનું રાખો ધ્યાન
સારા ડાયટ અને લાઈફસ્ટાઈલના કારણે જિંદગી સુધરે છે અને તેમાં કોઈ ભૂલ થાય છે તો તેની સીધી અસર હેલ્થ પર પણ થાય છે.
ડાયટમાં પોષણનો રાખો ખ્યાલ
જ્યારે તમારા હાડકામાંથી અવાજ આવે છે તો તમારે ભોજનમાં વધારે ને વધારે વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, હેલ્ધી ફેટવાળા ફળ, શાક ખાવા. સાથે દૂધ અને દહીં પણ વધારે પ્રમાણમાં લેવા. તેનાથી તમારા હાડકા મજબૂત બને છે.