- યુદ્ધ વચ્ચે અમેરિકાના સહયોગી જોર્ડનનો નિર્ણય
- વિવિધ મુદ્દાઓને લઇ ઈઝરાયેલમાંથી રાજદૂતોની ઘર વાપસી
- યુદ્ધ વચ્ચે શરણાર્થીના શિબિર પર હુમલાનો દાવો
ગાઝામાં ઈઝરાયેલના હુમલાને જોતા અમેરિકાના મહત્વના સહયોગી જોર્ડને ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. જોર્ડને ઈઝરાયેલના રાજદૂતને પણ દેશની બહાર રહેવા કહ્યું છે.
જોર્ડનના નાયબ મંત્રી અયમાન અલ-સફાદીએ કહ્યું કે, રાજદૂતોની વાપસી એ ગાઝામાં માનવતાવાદી સ્થાનિક સ્થિતિ અને યુદ્ધગતિવીધિ સાથે સબંધીત મુદ્દાઓ છે. જોર્ડને 1994માં ઈઝરાયેલ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઇજિપ્ત પછી જોર્ડન આવું કરનાર બીજો આરબ દેશ હતો. એક તરફ હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન જોર પકડી રહ્યું છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા દેશો યુદ્ધવિરામની હાકલ કરી રહ્યા છે.
ઇઝરાયલી ફાઇટર પ્લેન્સે સતત બીજા દિવસે ગાઝા સિટી નજીકના શરણાર્થી શિબિરમાં એપાર્ટમેન્ટ બ્લોક્સને નિશાન બનાવ્યા, જેમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી. ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ જબલિયા શરણાર્થી શિબિર પર થયેલા હુમલાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 50 લોકો માર્યા ગયા છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અનેક લોકોના મોત
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુઆંક 10 હજારને પાર થઈ ગયો છે. 7 ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં 8,796 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકૃત પશ્ચિમ કાંઠે હિંસા અને ઇઝરાયેલના દરોડામાં 122થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.


