- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝ
- આ સિરીઝમાં ભારતે 2-1ની સરસાઈ મેળવી લીધી
- જયસ્વાલે બેક ટૂ બેક મેચમાં બેવડી સદી ફટકારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરઝમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ત્રણમાંથી બે ટેસ્ટ મેચમાં હરાવીને સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા પર મજબૂર કરી દીધું. ટીમ ઈન્ડિયા માટે સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારીને, યશસ્વી જયસ્વાલે પોતાની ક્ષમતાથી દરેકને પ્રભાવિત કર્યા છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ જયસ્વાલે ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું.
યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી
ઈંગ્લેન્ડના સફેદ બોલના કેપ્ટન જોસ બટલરે તેની બીજી ટેસ્ટ બેવડી સદી બાદ યુવા ભારતીય ઓપનર અને રાજસ્થાન રોયલ્સ ટીમના તેના સાથી યશસ્વી જયસ્વાલની પ્રશંસા કરી હતી, જે તેણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં ફટકારી હતી. ઈંગ્લેન્ડ સામે ભારતના 434 રનના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્પિનર રવિન્દ્ર જાડેજાની પાંચ વિકેટ અને કેપ્ટન રોહિત શર્માની સદી, શુભમન ગિલના 91 રન, યશસ્વી જયસ્વાલની બેવડી અને સરફરાઝ ખાનની શાનદાર ઈનિંગ્સે ઈંગ્લેન્ડની ત્રીજી મેચમાં 434 રને હાર થઈ હતી.
બટલરે જયસ્વાલ વિશે શું કહ્યું?
બટલરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “ઈંગ્લેન્ડ માટે તે શરમજનક છે કે તે તેમની વિરુદ્ધ આવું કરી રહ્યો છે, પરંતુ યશસ્વી જયસ્વાલ માટે આટલું ખુશ ન થવું ખૂબ જ મુશ્કેલ છે. તેને તેની પ્રતિભાથી તે બધું મળી રહ્યું છે જેનો તે હકદાર છે.” ઉલ્લેખનીય છે કે, જયસ્વાલ અને બટલર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે ઓપનિંગ બેટ્સમેન છે, જે તેમની ઝડપી પાવરપ્લે શરૂઆત માટે જાણીતા છે. થોડા દિવસોમાં જ તેઓ IPL 2024માં સાથે જોવા મળશે.


