મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને માણ્યો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ નવનિયુક્ત પત્રકાર સંધ તથા ગોંડલ નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આયોજીત દેશ ભક્તિ ગીતો ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું યોજાયો હતો જેમાં ગોંડલ શહેરના મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.
ગોંડલ કોલેજ ચોક ભગવતસિંહજી ગાર્ડન ખાતે એક શામ શહિદો કે નામ દેશભક્તિના ગીતોનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પહેલાં ઉપસ્થિત રહેલાં ભુવનેશ્વરી પીઠના ડો. રવિદર્શન લોહલંગરીધામના સીતારામ બાપુ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશ્વિન ભાઈ રૈયાણી સીનીટેશન ચેરમેન રમેશભાઈ સોંદરવા લોહાણા સમાજ પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા તથા પત્રકાર સંધના હોદ્દેદારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું ભારતમાતાની પુજન વિધી RSS ના સભ્યો તથા માજી સૈનિકોએ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ચેતન રૈયાણીના સાઉન્ડ સિસ્ટમ થકી રાજકોટના ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા ડાલ.ડાલ.પે.સોને.કી.ચીડીયા. માં તુજે સલામ એ મેરે.વતન.કે.ભારતકા રહેના વાલા હું જેવા અનેક દેશભક્તિના ગીતો થકી માજી સૈનિકો પત્રકારો પાલીકા સદસ્યો સહિત લોકો ઝુમી ઉઠ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન હરેશ ગણોદીયા પત્રકાર સંધના પ્રમુખ વિશ્વાસ ભોજાણી, ઉપપ્રમુખ ગૌરાંગ મહેતા, મહામંત્રી આશિષ વ્યાસે જહેમત ઉઠાવી હતી દેશભક્તિના કાર્યક્રમને માણવા પોરબંદર પૂર્વ સાંસદ અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, નાગરિક બેંકના વા. ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નગરપાલિકા કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, એશિયાટિક કોલેજના ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા, પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, નિલેશભાઈ પરમાર, હિતેશભાઈ શીંગાળા, મનુભાઈ કોટડીયા, માજી સૈનિક અનોપસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ ઠકરાર, એ ડિવિઝન પી.આઈ એલ.આર. ગોહિલ સહિત પોલીસ સ્ટાફ, શહેર ભાજપ ટીમ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરની દેશપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.


