- જોધપુરના બિલારામાં જેપી નડ્ડાએ સંબોધી જાહેર સભા
- કોંગ્રેસના રાજમાં રાજસ્થાન ભ્રષ્ટાચારમાં નં. 1 બન્યું: નડ્ડા
- ભાજપ હશે ત્યાં વિકાસ હશે, મહિલાઓનું સન્માન હશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે જોધપુરના બિલારામાં જનસભાને સંબોધિત કરતા ફરી એકવાર રાજસ્થાનની ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે રાજસ્થાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ, હત્યા અને ભ્રષ્ટાચારમાં સમગ્ર દેશમાં નંબર વન બની ગયું છે. આજે રાજસ્થાન ગરીબો અને પછાત લોકો પર અત્યાચારમાં રેકોર્ડ તોડી રહ્યું છે.
જ્યાં કોંગ્રેસ હશે ત્યાં કૌભાંડો હશે
જેપી નડ્ડાએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું હતું એ રાજસ્થાનને ગ્રહણ લાગેલું છે અને આ ગ્રહણ રાજસ્થાનની જનતા 25 નવેમ્બરન રોજ દૂર કરશે. તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસનું નામ હશે ત્યાં ભ્રષ્ટાચાર હશે, ત્યાં લૂટ થશે અને કૌભાંડો થશે. પરિવારવાદ અને વંશવાદની બોલબાલા હશે, પરંતુ જ્યાં ભાજપ હશે ત્યાં વિકાસ હશે, મહિલાઓનું સન્માન હશે, ખેડૂતોનું સન્માન હશે અને સ્થિરતા હશે.
કોંગ્રેસે બધે જ કૌભાંડો જ આચાર્યા
કોંગ્રેસ પર નિશાન સાધતા જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસે ન તો આકાશ છોડ્યું, ન સમુદ્ર, ન તો પાતાળને છોડ્યું, તેણે દરેક જગ્યાએ કૌભાંડો કર્યા અને ગેહલોત સરકારે વૃદ્ધાવસ્થાનું પેન્શન પણ છોડ્યું નથી. વૃદ્ધોને પણ છેતર્યા.
કર્યો લાલ ડાયરીનો ઉલ્લેખ
રાહુલ ગાંધીના લોન માફી પરન નિવેદન પર બોલતા નડ્ડાએ કહ્યું કે 10 દિવસમાં લોન માફીની વાત થઈ હતી, આજે 19400 ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવી છે. આ સાથે જેપી નડ્ડાએ લાલ ડાયરીના મુદ્દે ગેહલોત સરકારને પણ આડે હાથ લીધી હતી.
ભારત ટૂંક સમયમાં બનશે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા
જેપી નડ્ડાએ કહ્યું કે તમારા વોટની તાકાતથી ભારત વધુ મજબૂત બનશે. જો તમે 2023માં વિધાનસભા અને 2024માં નરેન્દ્ર મોદીને જિતાડશો તો 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે.