દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ૨૧ રેકડી, કેબીન, ૪૪3૦ બોર્ડ બેનરો જપ્ત કરાયા : રૂ.3.૨3 લાખનો વહિવટી ચાર્જ વસુલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૦૧/૦૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન,આનંદ બંગલા ચોક,રામનાથ પરા,કરણ્પાર્ક,રૈયા રોડ,નંદનવન પાર્ક,રવિવારી આજીડેમ,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ ૨૧ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કૃષ્ણનગર મે.રોડ,રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય ૫૩૬ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જામનગર રોડ,લક્ષ્મિનગર, જ્યુબેલી,યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૪૪૬૨ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી રૂ.૨,૫૧,૫૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૭૨,૩૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક પરથી ૪૪૩૦ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.


