- શાળાનો પાંચ વર્ષનો માસૂમ બાળક જજની પાસે અનોખી વિનંતી લઈને પહોંચ્યો
- શરાબીઓ સવારથી જ શાળાની આસપાસ તોફાન મચાવતાં હોય છે
- આ અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે યુપી સરકાર પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે
કાનપુરની શાળાનો એક માસૂમ બાળક અલાહાબાદ હાઇકોર્ટના જજની પાસે અનોખી વિનંતી લઈને પહોંચ્યો. પાંચ વર્ષના બાળકે હાઇકોર્ટને અરજી કરી હતી કે તેની શાળાની બાજુમાં જ શરાબને ઠેકો છે. આના કારણે ત્યાં આવતા શરાબીઓ સવારથી જ શાળાની આસપાસ તોફાન મચાવતાં હોય છે, જેથી બાળકોનું શિક્ષણ બગડે છે. આ અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે યુપી સરકાર પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. ઘટનાની વિગત અનુસાર કાનપુરમાં એક શાળામાં એલકેજીમાં અભ્યાસ કરતાં પાંચ વર્ષના બાળક અથર્વે પોતાના પરિવારના લોકોની મદદથી જાહેર હિતની અરજી કરી છે. કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે યુપી સરકારને પૂછયું છે કે શરાબના ઠેકાને દર વર્ષે કેવી રીતે રિન્યૂ કરવામાં આવે છે? અત્રે નોંધનીય છે કે બાળક જે શાળાની વાત કરે છે તે શાળા કાનપુરમાં ઝૂની પાસે આવેલા આઝાદનગર મહોલ્લામાં આવેલી છે. પાંચ વર્ષનો અથર્વ આઝાદનગર વિસ્તારમાં આવેલી શેઠ એમઆર જયપુરિયા શાળામાં એલકેજીનો વિદ્યાર્થી છે.


