જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના એક કાર્યકરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી ગઈ છે. માંગરોળના રહેવાસી અને AAPના કાર્યકર રઘુવીરસિંહ ચુડાસમાની મરીન પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીના ઘરેથી દારૂનો ગેરકાયદેસર જથ્થો શોધી કાઢ્યો હતો.
AAP કાર્યકરે ઘરમાં સંતાડ્યો હતો વિદેશી દારૂ
પોલીસે આરોપીના ઘરમાં સંતાડેલો રૂપિયા 9,100ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મરીન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી રઘુવીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


