જૂનાગઢમાં આજે યોજાયેલી ફરિયાદ સંકલન સમિતિની બેઠકનો માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને કેશોદના ધારાસભ્ય દેવા માલમ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બેઠકનો બહિષ્કાર કરવા પાછળનું મુખ્ય કારણ અધિકારીઓનું સમય કરતાં મોડું આવવું હતું. આ બેઠક ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી. પરંતુ અધિકારીઓ નિયત સમય કરતાં મોડા આવતા બંને ધારાસભ્યોએ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
લોકપ્રશ્નોની ગંભીરતા અને સમયપાલન પ્રત્યે અધિકારીઓની ઉદાસીનતાથી મામલો બિચક્યો હતો. બહિષ્કાર કર્યા બાદ બંને ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલે ફરિયાદ કરી છે. તેમણે સમયનું પાલન ન કરનારા અને લોકપ્રતિનિધિઓ તથા પ્રજાના પ્રશ્નો પ્રત્યે બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.


